તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:આજથી 26 કેન્દ્રોમાં MKB યુનિ.ની ઓફલાઇન પરીક્ષાનો આરંભ થશે

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુજી સેમ-6, પીજી-સેમ-4 તથા એલઅેલબી-બીએડ.ની પરીક્ષા 3 સેશનમાં લેવાશે

MKB યુનિ. દ્વારા તા.5 જુલાઇને સોમવારથી યુનિ.માં યુ.જી. સેમેસ્ટર-6 તથા પી.જી સેમેસ્ટર-4 તથા એલએલબી સેમ-1 અને 6, બી.એડ. અને બી.એડ. એચઆઇ સેમ-4, એમસીએ સેમ-1, એમબીએ સેમ-1-4, એમએચઆરડી સેમ-4, ટીવાબીએ, ટીવાયબીકોમ (એક્સટર્નલ)ની પરીક્ષામાં કુલ 15,652 વિદ્યાર્થીઓ નોંધાયા છે. રોજ ત્રણ સેશનમાં આ પરીક્ષા લેવામાં આવશે. રોજ ત્રણ સેશનમાં પરીક્ષા લેવાશે જેમાં સવારે 9થી 10.30, બપોરે 12થી 1.30 અને બપોરે જ 3થી 4.30 દરમિયાન આ પરીક્ષા લેવાશે.

યુનિ. દ્વારા પરીક્ષાના કુલ 3 તબક્કા રહેશે. જેમાં 5 જુલાઇથી શરૂ થનારા પ્રથમ તબક્કા અંગે માહિતી આપતા કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતુ કે કોરોનાની મહામારી વચ્ચે પરીક્ષા ઓફલાઇન લેવાશે અને તેમાં સરકારની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરાવાશે. એન્ટ્રી અને એક્ઝીટ અલગ અલગ રહેશે. શહેર અને ગ્રામ્યના કુલ 26 પરીક્ષા કેન્દ્રો ખાતે ત્રણ સેશનમાં પરીક્ષા લેવાશે. કુલ 42 માર્કસની આ પરીક્ષા દોઢ કલાકના સમયમાં આપવાની રહેશે.

પ્રથમ તબક્કામાં કુલ મળીને 1223 વિદ્યાર્થીઓએ ઓનલાઇન પદ્ધતિએ પરીક્ષા કેન્દ્ર ચેઇન્જ કર્યા છે. તે તમામને આ સુવિધા અપાઇ છે.એક બ્લોકમાં 20 જ વિદ્યાર્થીઓ હોય જરૂરી સેનેટાઇઝેશન અને અન્ય સુવિધાઓ મળી રહે તેમજ કોરોનાની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન થાય તેની પૂરતી તકેદારી લેવામાં આવશે. બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે યુનિ.ની હોસ્ટેલો ખાતે પરીક્ષા દરમિયાન રહેવાની વિનામૂલ્યે વ્યવસ્થા પણ ગોઠવાઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...