તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અણઉકેલ સમસ્યા:તરસમીયાથી ખુલ્લી ગંદકી અકવાડા સુધી પહોંચી, સોસાયટીઓમાં પણ વહેતુ ગંદુ પાણી

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાનગરપાલિકામાં સમાવેશ થયાનો રહીશોને રંજ
  • બારે માસ વહેતી ખુલ્લી ગંદકીને કારણે રહીશો તોબા પોકારી ગયા

ભાવનગરમાં ભળેલા અકવાડામાં ગટરની સમસ્યા કાયમી બની ગઈ છે. સમગ્ર તરસમીયા ગામના લોકોનું ગંદુ ગટરનું પાણી ખેતરોમાંથી પસાર થઈ અકવાડાની સોસાયટીઓમાં બારે માસ વહી રહ્યું છે. ગામડાઓમાં પણ સુવિધા હશે પરંતુ અકવાડાની હાલત ગામડા કરતાં પણ બદતર થઈ ગઈ છે. હજુ સુધી માત્ર કંસારાને જ શુદ્ધિકરણ ની વાતો ચાલી રહી છે. તે તો હજું સુધી શુદ્ધ થયું નથી પરંતુ અકવાડાની સોસાયટીઓમાં પણ ખુલ્લી ગટરો વહે છે.

નવા ભળેલા વિસ્તારોમાં ડ્રેનેજ પ્રોજેક્ટ અને અપડેટેશન ધીમી ગતિએ ચાલી રહ્યો છે. હજુ પણ સોસાયટી વિસ્તારમાં ઘર પાસેથી જ ખુલ્લી ગટરો વહેતી રહે છે. સમગ્ર તરસમીયા વિસ્તારનું ગટરનું પાણી નાળું બુરાઇ જતા ખેતરોમાં થઈ અકવાડાની હરિદર્શન સોસાયટી અને ચંદ્રપ્રકાશ સોસાયટીમાં આવે છે. આખા તરસમીયા ગામનું ગંદુ પાણી ખુલ્લા નાળામાં અકવાડાની સોસાયટીઓમાં બારેમાસ વહેતું રહે છે. ખુલ્લા વહેતાં ગટરના ગંદા પાણીને કારણે અકવાડામાં સતત રોગચાળાનો ભય પણ રહે છે.

છેલ્લા સાત-આઠ વર્ષથી ખુલ્લી ગટરના પ્રશ્ન બાબતે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. અકવાડામાં માત્ર ડ્રેનેજ નો જ પ્રશ્ન નથી પરંતુ રોડ રસ્તાનું પણ અસ્તિત્વ જ નથી. ચોમાસા દરમિયાન તો અકવાડામાં ભરાયેલા પાણી અને કાદવ કીચડને કારણે આકસ્મિક સંજોગોમાં પણ એમ્બ્યુલન્સ કે 108 અંદર આવી શકે નહીં તેવી પરિસ્થિતિ સર્જાય છે.

કોરોનાથી વધુ ખુલ્લી ગટરથી રોગનો ભય
અકવાડાની સોસાયટીઓમાં ડ્રેનેજ લાઈન તો આપી પરંતુ જોડાણો નહીં આપતા તેનો કોઈ અર્થ રહેતો નથી. હજુ પણ ખાળકૂવા જ છે. તેમજ તરસમીયા નુ ગંદુ પાણી સોસાયટીમાં અ‍ાવતા સતત ગંદા પાણી ભરાઈ રહેવાને કારણે માંદગીના ખાટલા પણ રહે છે. અહીંના લોકોને કોરોના કરતાં પણ ગંદકી અને મચ્છરોના કારણે થતા રોગચાળાનો ભય છે. > દિનેશભાઈ બોરીચા, રહીશ ચંદ્રપ્રકાશ સોસાયટી

તરસમીયામાં 40%, અકવાડામાં 80% કામગીરી
ભાવનગર કોર્પોરેશનમાં નવા ભળેલા વિસ્તારોમાં ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી હાલમાં શરૂ છે. તરસમીયામાં 40 ટકા તેમજ અકવાડામાં 80 ટકા કામગીરી પૂર્ણ થયેલ છે. ત્યાં સુધી ડ્રેનેજ કાર્યરત ન થાય ત્યાં સુધી જુની સિસ્ટમ પ્રમાણે જ ગટરના પાણીનો નિકાલ થઇ રહ્યો છે. સીદસર થી તરસમીયા અને અકવાડા સુધી જુની પધ્ધતિથી ડ્રેનેજ શરૂ છે. ડ્રેનેજ અપગ્રેડેશન બાદ જોડાણ અપાતા તમામ સમસ્યાનું નિવારણ થઇ જશે. > પી.જે.ચુડાસમા, કાર્યપાલક ઈજનેર યોજના

અન્ય સમાચારો પણ છે...