પરીક્ષા:સોમવારથી ધો.10 અને ધો. 12ની સાયન્સ પૂરક પરીક્ષાનો આરંભ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સામાન્ય પ્રવાહના તમામ વિષયની પરીક્ષા ગુરુવારે લેવાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા માટે તમામ આયોજનને ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. 18મી જુલાઈથી 22 જુલાઈ દરમિયાન લેવાનારી આ પૂરક પરીક્ષા રોજ બે સેશનમાં પરીક્ષા લેવામાં આવશે. જેમાં ધોરણ 10માં કુલ પરીક્ષાર્થીઓની સંખ્યા 8,048 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાના કુલ પરીક્ષાર્થીઓની સંખ્યા 938 છે.

જિલ્લા કલેકટર યોગેશ નિરગૂડેના અધ્યક્ષ સ્થાને લેવાનારી આ પરીક્ષામાં ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કે.વી. મિયાણી, ધોરણ 10ના ઝોનલ અધિકારી વિક્રમસિંહ પરમાર તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઝોનલ અધિકારી મનોહરસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

ભાવનગર જિલ્લામાં ધોરણ 10ની પૂરક પરીક્ષામાં કુલ 13 કેન્દ્રના 177 બ્લોકમાં 848 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ત્રણ બિલ્ડીંગના 30 બ્લોકમાં 938 પરીક્ષા રહેશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના 6 બિલ્ડિંગમાં 56 બ્લોક રહેશે. ધોરણ 10 ની પરીક્ષાનો આરંભ 18મી થી થશે.

17મીથી કંટ્રોલ રૂમ કાર્યરત
ધોરણ 10 અને ધોરણ 12 ની જુલાઈ માસની પુરક પરીક્ષા માટે ભાવનગર જિલ્લાનો કંટ્રોલરૂમ તારીખ 17 જુલાઈને રવિવારથી શરૂ થશે અને 22 જુલાઈ સુધી શરૂ રહેશે કંટ્રોલરૂમનો સમય સવારના 07:00 વાગ્યાથી રાતના 9:00 વાગ્યા સુધીનો રહેશે અને આ સમયગાળા દરમિયાન બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટ દ્વારા પરીક્ષાથીઓ, વાલીઓ અને શાળાઓને સાંભળીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. કંટ્રોલરૂમ ભાવનગરમાં બહુમાળી ભવનમાં આવેલી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં કાર્યરત રહેશે અને તેનો ફોન નંબર 0278-2426629 રહેશે.

અન્ય સમાચારો પણ છે...