તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:5 જુલાઇથી યુનિ. પરીક્ષાના પ્રથમ તબક્કામાં સેન્ટર ફેરવી શકાશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજ 3 સેશનમાં 13 જુલાઇ સુધી પરીક્ષા લેવાશે
  • www.mkbhavuni.edu.in પર 28 જૂન સુધીમાં અરજી કરાશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા તા.5 જુલાઇથી લેવાનારી પરીક્ષાના પ્રથમ તબક્કામાં સ્નાતક કક્ષાએ સેમેસ્ટર-6 તથા અનુસ્નાતક કક્ષાએ સેમ-4 તેમજ બીએડ(એચઆઇ) સેમ-4, એમસીએ સેમ-1 અને 4, એમબીએ સેમ-1 અને 4, એલએલબી સેમ-1 અને6ની પરીક્ષા શરૂ થઇ રહી છે. આ પરીક્ષાઓમાં જે વિદ્યાર્થીઓને ફાળવાયેલું સેન્ટર બદલાવવું હોય તેના માટેની અરજીઓ તા.28 જૂનને સોમવાર રાત્રે 12 વાગ્યા સુધી એમ 3 દિવસ દરમિયાન યુનિ.ની વેબસાઇટ www.mkbhavuni.edu.in પર જ ઓનલાઇન કરી શકાશે. સેન્ટર બદલવાની ફોર્મ ભરવાના રહેશે.

28મી બાદ આવેલી અરજીઓ ધ્યાને લેવાશે નહી. વિદ્યાર્થીઓએ આપેલી સેન્ટર ચેઇન્જની અરજીઓ જે તે સેન્ટર પર બેઠક ખાલી હશે તો જ વ્યવસ્થા કરી અપાશે તેમ જણાવાયું છે. આ પરીક્ષાઓ રોજ ત્રણ સેશનમાં લેવાશે. જેમાં પ્રથમ સેશન સવારે 9થી 10.30 દરમિયાન, દ્વિતીય સેશન બપોરે 12થી 1.30 વાગ્યા સુધી અને તૃતિય સેશન બપોર 3 વાગ્યાથી 4.30 કલાક સુધી રહેશે. આ પરીક્ષાઓ શહેરમાં 12 અને ગ્રામ્યના 14 મળીને કુલ 26 સેન્ટર પર લેવામાં આવશે. તા.5 જુલાઇથી 13 જુલાઇ સુધી લેવાનારી આ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે માસ્ક પહેરવાના રહેશે. પરીક્ષા કેન્દ્રો ખાતે સેનેટાઇઝેશનની વ્યવસ્થા કરાઇ છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ રીતે બેઠક વ્યવસ્થા કરાશે. પરીક્ષા સંબંધિત માહિતી યુનિ.ની વેબસાઇટ www.mkbhavuni.edu.in પર મુકાશે.

અન્ય સમાચારો પણ છે...