તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરેશાની:2 મહિનાથી સર ટી. હોસ્પિ.માં એનેસ્થેશીયોલોજિસ્ટ જ નથી

ભાવનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓપરેશનમાં નડે છે પારાવાર પરેશાની
 • બદલી થયેલા ત્રણ ડોકટરોને પાછા લવાયા અત્યારે 5 સ્ત્રી ડોકટરો દ્વારા કામ ચલાવાય છે

ભાવનગરની સર.ટી. હોસ્પિટલ નાં એનેસ્થેસિયા વિભાગ માં છેલ્લા બે મહિનાથી વધુ સમયગાળા થી ફક્ત બે સ્ટાફ મેમ્બર નાં ભરોસે કામ ચાલી રહ્યું હતું. બાકીના તમામ સ્ટાફ નાં લોકોની વડનગર બદલી કરી દેવામાં આવી હતી. પરંતુ કોરોના નાં વધી રહેલા કેસ અને છેલ્લા ઘણા સમયથી પ્લાન ઓપરેશન કરવાનું કાર્ય બંધ હોવાથી 1 મહિના માટે ફરીથી ડેપ્યુટેશન પર એનેસ્થેસિયા વિભાગ માં ડોકટરોને પાછા લાવવામાં આવ્યા છે. જ્યારે એનેસ્થેસિયા વિભાગ માં સ્ટાફ ની અછત હતી ત્યારે ઓપરેશન બંધ કરવાની નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે એનેસ્થેસિયા વિભાગ નાં 3 આસિસ્ટન્ટ અને 1 અસોશિયેટ પ્રોફેસરની વડનગર ખાતે બદલી કરવામાં આવી હતી તેના પગલે ફક્ત ઇમરજન્સી ઓપરેશન શરૂ હતા. ત્યારબાદ તા. 27 માર્ચ નાં રોજ એક મહિના માટે ત્રણ ડોકટરો ને સર.ટી. ખાતે પાછા બોલાવવામાં આવ્યા છે.

અત્યારે સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ડો. લોપા ત્રિવેદી (હેડ), ડૉ. કોમલ શાહ (એસોસિયેટ પ્રોફેસર), ડૉ. ચૈતાલી શાહ( ટ્યુટર ), ડૉ. ચંદ્રિકા પંડ્યા અને ડૉ. શિલ્પા દોશી દ્વારા વિભાગ ને સંભાળવામાં આવી રહ્યો છે. હવે ધીરે ધીરે નોન કોવીડ વિભાગ નાં ઓપરેશન ની કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો