તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:15મીથી કોલેજોએ ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવાનું રહેશે

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50%ની ક્ષમતા સાથે વર્ગમાં ભણાવાનું રહેશે
  • પ્રત્યક્ષ શિક્ષણમાં હાજરી આપવી છાત્રો માટે મરજિયાત, કોરોના રસીકરણ કરાવવું હિતાવહ

તા.15 જુલાઇને ગુરૂવારથી ધો.12 કોલેજો અને યુનિ.માં પ્રત્યક્ષ (ઓફલાઇન) શિક્ષણનો આરંભ થવા જઇ રહ્યો છે ત્યારે આ ઓફલાઇન/પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થીઓ માટે મરજિયાત રહેશે તથા જે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ ઓફલાઇન/પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં ન જોડાય તેવા વિદ્યાર્થીઓ માટે કોલેજો/યુનિ.એ અગાઉની જેમ ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા વર્તમાનમાં ચાલુ રાખવાની રહેશે તેમ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે જણાવ્યું છે.

વર્ગખંડોમાં 50 ટકાની ક્ષમતાની મર્યાદામાં એકાંતર દિવસ(ઓલ્ટરનેટીવ ડે) મુજબ વિદ્યાર્થીઓને વર્ગખંડ શિક્ષણ માટે બોલાવવાના રહેશે તેમજ વર્ગખંડોમાં કોઇ પણ બે વિદ્યાર્થીઓ વચ્ચે પર્યાપ્ત અંતર જાળવવાનું રહેશે. વર્ગખંડોને સેનેટાઇઝ કરાવાના રહેશે. હેન્ડ વોશ અને સેનેટાઇઝેશન પોઇન્ટ સંસ્થામાં રાખવાના રહેશે. માસ્ક પણ પહેરવાના રહેશે. વર્ગખંડમાં હાજર રહેવા ઇચ્છુક વિદ્યાર્થી રસીકરણ કરાવી લેવાનું રહેશે. રસીકરણ ન કરાવ્યું હોય તો યોગ્ય તબીબી કારણ આપવું પડશે. તો જ વર્ગમાં પ્રવેશ મળશે. હોસ્ટલ, કેન્ટીન, મેસ વિ.માં સરકારના નિયમોનું પાલન કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...