પરીક્ષા:10 ઓક્ટો.થી યુનિ. દ્વારા 3 અને 5 સેમેસ્ટરની પરીક્ષાનો આરંભ

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ 70 માર્કના પેપરમાં 4 પ્રશ્નો હશે
  • સવારે 8.30 થી 11 અને 12 થી 2.30 સુધી તેમજ બપોરના 3.30 થી 6 વાગ્યા સુધી લેવામાં આવશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે ઓકટોબર-નવેમ્બર-ડિસેમ્બર, 2022માં શરૂ થતી પરીક્ષાના પ્રશ્નપત્રનાં માળખું જાહેર કરાયું છે. ઓકટોબર-નવેમ્બર-ડીસેમ્બર, 2022માં રોજ શરૂ થતી રેગ્યુલર તમામ પરીક્ષાઓ સ્થાનિક કક્ષાએ તેમજ બહારગામના સેન્‍ટરો પર પરીક્ષાનું આયોજન થશે.

પરીક્ષા કુલ ત્રણ સેશનમાં લેવામાં આવશે એટલે કે સવારે 8.30 થી 11 અને 12 થી 2.30 સુધી તેમજ બપોરના 3.30 થી 6 વાગ્યા સુધી લેવામાં આવશે. આ પરીક્ષાનું પેપર 2 કલાક અને 30 મિનિટનું રહેશે. પેપર્સમાં 4 પ્રશ્નો એટેન્ડ કરવાના રહેશે (પ્રશ્ન નં. 1- 18 માર્કસ, પ્રશ્ન નં. 2-18 માર્કસ, પ્રશ્ન નં. 3-17 માર્કસ, પ્રશ્ન નં. 4-17 માર્કસ). 4 પ્રશ્નો કુલ 70 માર્ક્સના રહેશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ હવે પછીથી યુનિવર્સિટીની વેબસાઈટ www.mkbhavuni.edu.in પર પ્રસિદ્ધ કરવામાં આવશે.

ક્યારે કઇ પરીક્ષા શરૂ થશે ?

પરીક્ષાનું નામ

પરીક્ષા શરૂ થવાની તારીખ

યુ.જી. સેમેસ્ટર 3 અને 5

તા.10 ઓક્ટોબર,2022

યુ.જી. સેમેસ્ટર 1, પી.જી. સેમેસ્ટર 1 અને 3

તા.21 નવેમ્બર,2022

તમામ ડીપ્લોમા કોર્સીસ સેમેસ્ટર 1 અને 3

તા.1 ડિસેમ્બર,2022

અન્ય સમાચારો પણ છે...