તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇનની ઉપાધી:એક મિલકતની વારંવાર રકમ ભરી : વેરો બાકીને બાકી

ભાવનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વેરા તરીકે ભરપાઈ થયેલી વધુ રકમ પરત મેળવવામાં પણ પંદર દાડા નીકળી જશે
 • ઓનલાઇન પેમેન્ટ ભરપાઈ કર્યા બાદ રીસીપ્ટ જનરેટ નહીં થતાં કરદાતાઓએ વારંવાર વેરો ભર્યો, 3 દિવસમાં સાત હજાર પૈકી ચાર હજાર કરદાતાઓએ તો ઓનલાઇન વેરો ભર્યો

કોરોનાના કપરા કાળમાં ઓનલાઇન મિલકત વેરો ભરવો ખૂબ જ અગત્યનું બન્યું છે. જેથી જ લોકો વધુ ઓનલાઈન પેમેન્ટ કરે છે. પરંતુ ઓનલાઈનમાં ઉપાધી પણ એટલી જ છે. વેરો ભરપાઇ થઇ ગયા બાદ બેંકમાંથી રૂપિયા પણ કપાય જાય છતાં પેમેન્ટ કર્યાની રીસીપ્ટ જનરેટ નહીં થઈ બાકી બીલ બોલતા કરદાતા એક મિલકતનો અનેક વખત વેરો ભરપાઇ કરે છે. તંત્રની ભૂલને કારણે કરદાતાઓના મિલકતવેરાની વધુ ભરપાઈ કરેલી રકમ 15 થી 20 દિવસ સુધી રિફંડ ન મળવાથી ફસાય છે

બે દિવસ પૂર્વે ત્રીજી એપ્રિલથી કોર્પોરેશનનો મિલકતવેરો ભરપાઈ કરવાનું શરૂ થયું. ઓનલાઇન જો વેરો ભરપાઇ કરવામાં આવે તો કરદાતાઓને 2 ટકાનો વધુ રિબેટનો લાભ મળવાપાત્ર છે. જે માટે કરદાતાઓ ઓનલાઇન વેરો ભરવા માટે વધુ પ્રેરાય છે. છેલ્લા ત્રણ દિવસમાં ઓફલાઈન કરતા ઓનલાઈન વધુ કરદાતાઓએ વેરો ભરપાઇ કર્યો છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં ઓનલાઇન વેરો ભરપાઈ કરનાર કરદાતાઓને રીસીપ્ટ જનરેટ થતી નથી. એકથી વધુ વખત વેરો ભરપાઇ થઇ જાય અને બેન્કમાંથી રૂપિયા પણ વધુ વખત કપાઈ જાય છતાં કોર્પોરેશનની વેબસાઇટ પર રીસીપ્ટ જનરેટ નહીં થવાને કારણે વેરો બાકી બોલે છે. એક જ મિલકતનો અનેક વખત વેરો ભરપાઇ થઇ ગયા બાદ વેરાની પર થયેલી વધુ રકમ પરત મેળવવા કરદાતાઓ લાંબા થઈ જાય છે. રીફંડ મેળવવાની કોર્પોરેશનની લેંધી પ્રક્રિયાને કારણે તંત્રના વાંકે 15 દિવસ બાદ કરદાતાઓને રિફંડની રકમ મળે છે. 15 થી 25 દિવસ સુધી કરદાતાઓના રૂપિયા સલવાય છે.

કુલ 7 હજાર પૈકી 4 હજાર તો ઓનલાઇન કરદાતા
3જી એપ્રિલથી મિલકત વેરો વસૂલવાનું શરૂ થયું. આજ સુધીમાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ સાત હજાર કરદાતાઓએ રૂ.2.90 કરોડનો વેરો ભરપાઈ કર્યો. જે પૈકી 4 હજાર કરદાતાઓએ તો ઓનલાઇન વેરો ભરપાઇ કર્યો છે. ઓનલાઇન રૂ.1.70 કરોડનો વેરો ભરાયો છે. આજે તા.5 ના રોજ 3000 કરદાતાઓએ રૂ.1.26 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે.

નેટ પ્રોબ્લેમને કારણે બને છે. તાત્કાલિક ઉકેલ લવાશે
મિલકત વેરો ઓનલાઇન ભરપાઈ કર્યો હોવા છતાં રીસીપ્ટ જનરેટ નહિ થઇ હોવાના બનાવો બન્યા છે. જે ઇન્ટરનેટના પ્રોબ્લેમને કારણે થયું હોવાનું તારણ કાઢ્યું છે. છતાં રીસીપ્ટ જનરેટ અને રિફંડ તાત્કાલિક મળે તે માટે નિરાકરણ લવાશે. > એમ.આર. કુકડીયા, નાયબ કમિશનર, નિયંત્રણ અધિકારી મ્યુ.કોર્પો.

લ્યો બોલો... 4વાર રૂપિયા કપાયા તોય હજુ વેરો બાકી!!
તંત્ર વાહકો નેટ પ્રોબ્લેમના બહાના બતાવે છે પરંતુ શહેરના શિવનગર પ્લોટ નં.7 માં રહેતા મુકુંદભાઈ ડાયાભાઈ મકવાણાની મિલકતનો કી નંબર 17002200360001 નો વર્ષ 2012-22નો વેરો નેટ બેન્કિંગ અને કાર્ડ દ્વારા મોબાઇલ તેમજ કોમ્પ્યુટરના માધ્યમથી રૂ.2381 ચાર વાર ભરપાઈ કર્યા જેને બે દિવસ થયા છતાં હજુ પણ બાકી વેરાનું જ બીલ નીકળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો