તાલીમ:ગરીબ દીકરીઓને વિનામૂલ્યે વ્યવસાયિક તાલીમ

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરમાર્થ ફાઉન્ડેશન દ્વારા ઘરે કામ કરીને દીકરીઓને રોજગારી મળે તે હેતુથી તાલીમ
  • 50થી વધુ દીકરીઓને બ્યુટીપાર્લર અને સીવણ ક્લાસ જેવી કૌશલ્યવર્ધક તાલીમ અપાય છે

માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલમાં ગરીબ ઘરની દીકરીઓ અભ્યાસ કરી રહી છે. અહી પરમાર્થ ફાઉન્ડેશ દ્વારા બે સ્કીલ બેઝડ કોર્સ શરૂ કર્યા છે. જેમાં એક કોર્ષ બ્યુટીપાર્લરનો છે તો બીજો અભ્યાસક્રમ સીવણ ક્લાસ નો શરૂ કરવામાં આવ્યું હતું.

બંને કોર્સમાં સરેરાશ 25 થી 30 દીકરીઓને સંપૂર્ણ તાલીમ આપવામાં આવી અને ત્યારબાદ ડો. નલિન પંડિત ( પૂર્વ નિયામક જીસીઆરટી) માજીરાજ સ્કૂલના આચાર્ય હિતેશભાઈ, પ્રોજેક્ટ સંચાલક પાઠકભાઈ તથા પરમાર્થ ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા દીકરીઓને બ્યુટીપાર્લર ઘરે શરૂ કરવા માટે સંસ્થા તરફથી કીટ તથા તેમના ઘરે લગાડવા માટેના બોર્ડ તૈયાર કરીને આપવામાં આવ્યા જેથી કરીને તેઓ પોતાના ઘરે કામ કરીને રોજગાર કમાઈ શકે.

જે દીકરીઓના માતા-પિતા કોરોનામાં અવસાન પામ્યા હતા તેવી દીકરીઓને દાતા સહયોગથી સીવણ સંચા ગયા વર્ષે અપાયા હતા. રસિકભાઈ હેમાણી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, પરમાર્થ ફાઉન્ડેશન તરફથી વિનામૂલ્યે આપવામાં આવે છે.

મહેંદી તથા કેટરિંગ વર્ગ શરૂ કરાશે
આ વર્ગમાં જે દીકરીઓ આ કોર્સમાં જોડાય છે તેઓ શાળા શરૂ થતા પહેલા દોઢ કલાકે આવીને આ તાલીમ લઈ રહી છે. આ વર્ષે વધુ દીકરીઓને લાભ મળે તે માટે નવા બે વોકેશનલ કોર્સ મહેંદી વર્ગ તથા કેટરિંગ-પૌષ્ટિક ભોજન ટિફિન વ્યવસ્થા શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે.

મહેંદી તથા કેટરિંગ વર્ગ શરૂ કરાશે
આ વર્ગમાં જે દીકરીઓ આ કોર્સમાં જોડાય છે તેઓ શાળા શરૂ થતા પહેલા દોઢ કલાકે આવીને આ તાલીમ લઈ રહી છે. આ વર્ષે વધુ દીકરીઓને લાભ મળે તે માટે નવા બે વોકેશનલ કોર્સ મહેંદી વર્ગ તથા કેટરિંગ-પૌષ્ટિક ભોજન ટિફિન વ્યવસ્થા શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...