તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાની સરવણી:ભાવનગર શહેર અને જિલ્લામાં રેડક્રોસ દ્વારા ચાર કોવિડ કેર સેન્ટરો પર વિનામૂલ્યે સેવા શરૂ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર કોવિડ કેર સેન્ટરો પર 200 થી વધુ બેડની વ્યવસ્થા કરાઇ
  • ઓક્સિજન, દવાઓ અને નાસ્તા અને ભોજન સહિતની સુવિધાઓ વિનામૂલ્યે

ભાવનગરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધતા રહ્યાં છે. ત્યારે ભાવનગરમાં માત્ર મે મહિનાના 9 દિવસમાં 4 હજારથી વધુ કેસો નોંધાયા છે. ત્યારે ભાવનગર રેડક્રોસ દ્વારા શહેર અને જિલ્લામાં ચાર જેટલા કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 2 શહેરમાં, એક સેન્ટર અલંગમાં, એક સિહોરમાં સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. આ તમામ સેન્ટરો પર વિનામૂલ્યે સુવિધાઓ આપવામાં આવશે.

એમ્બ્યુલન્સ સેવા સહિત સગવડો આપવામાં આવી

કોવિડ પોઝિટિવ દર્દીઓ માટે વિનામૂલ્યે આઈસોલેશન સુવિધા અને ઓક્સિજન સુવિધા અને ભાવનગર અને શિહોરમાં એમ્બ્યુલન્સ સેવા સહિત સગવડો આપવામાં આવી રહી છે. અનેક સેવાભાવી સંસ્થાઓ આ સેવાઓ દાતા પરિવાર ઉત્તમભાઈ ભુતા, બાપાસીતારામ સેવક, પી.એન.આર સોસાયટી, લુહાર જ્ઞાતિ છાત્રાલય સહિતની મદદથી ચલાવવામાં આવી રહી છે.

બે જિલ્લામાં કોવિડ કેર હોસ્પિટલો શરૂ કરાઇ

ભાવનગર રેડક્રોસ દ્વારા શહેરમાં બે સ્થળો અને બે જિલ્લામાં કોવિડ કેર હોસ્પિટલો શરૂ કરાઇ છે. જેમાં ઘોઘાસર્કલ ખાતે આવેલ લુહાર જ્ઞાતિ છાત્રાલય, સમરસ હોસ્ટેલ, યુનિવર્સીટી ગ્રાઉન્ડ પાસે, અલંગમાં અલંગ વર્કર્સ કોલોની, બ્લોક ન.4, એલ.ડી.મુનિ હાઈસ્કૂલ શિહોર તમામ સેન્ટરો દર્દીઓ માટે વિનામૂલ્યે આઈસોલેશન સુવિધા અને ઓક્સિજન સુવિધા, દવાઓ, અને નાસ્તા, ભોજન સહિતની સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.

24 કલાક વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા

અશ્વનીલા ટ્રસ્ટ અને એક્રેસિલ લિ. દ્વારા બે ઈકો ગાડીમાં એમ્બ્યુલન્સ સેવા રેડક્રોસને સોંપવામાં આવી છે. જે સેવા 24 કલાક દરમ્યાન ભાવનગરમાં અને દિવસ દરમ્યાન શિહોર અને આસપાસના ગામમાં વિનામૂલ્યે સેવા આપશે. જેમાં પણ ઓક્સિજન સેવા અને એક એટેન્ડન્ટ સાથે સેવા આપવામાં આવી રહી છે. જે સેવાનો લાભ લેવા મો. 7436080808 ઉપર સંપર્ક કરી નોંધ કરાવવાની રહેશે.

ભાવનગર રેડક્રોસના વાઈસ ચેરમેન સુમિતભાઈ ઠક્કરએ જણાવ્યું હતું કે ભાવનગર શહેર અને જિલ્લામાં રેડક્રોસ દ્વારા ચાર સેન્ટરો શરૂ કરાયા છે. જેમાં 200 થી વધુ બેડો છે. તમામ સેન્ટરો પર કોવિડ પોઝિટિવ દર્દીઓ માટે વિનામૂલ્યે આઈસોલેશન સુવિધા અને ઓક્સિજન સુવિધા, દવાઓ અને નાસ્તા અને ભોજન સહિતની સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. અને ભાવનગર અને શિહોરમાં એમ્બ્યુલન્સ સેવા સહિત સગવડો આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...