તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિદાન કેમ્પ:વલ્લભીપુરમાં ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો, 50 લોકોને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ લઇ જવાયા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલ્લભીપુરમાં ફ્રી નેત્ર નિદાન કેમ્પ રવિવારના રોજ સવારે 9 થી 12 દરમિયાન વાઘસ્વામી મહારાજની જગ્યા પાટીવાડા વલ્લભીપુર મુકામે યોજાયો છે. જેમાં વિનામૂલ્યે આંખની તપાસ તેમજ વિનામૂલ્યે મોતિયાના ઓપરેશનના કેમ્પનું આયોજન કરાયું હતુ.

કેમ્પમાં શિહોરના મહંત જીણારામબાપુ પણ ઉપસ્થિત રહ્યાં

આ કેમ્પમાં ભાગ લેનાર દર્દીઓને કોમ્પ્યુટર સિસ્ટમથી નંબરની તપાસ ફ્રી કરી આપવામાં આવી હતી. અને સ્થળ પર રાહતદરે ચશ્મા પણ આપવામાં આવ્યા હતા. તેમજ જરૂરિયાત ધરાવતા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા હતા. આ કેમ્પમાં શિહોરના મહંત જીણારામબાપુ પણ ઉપસ્થિત રહ્યાં હતા. અને આર્શિવાદ પણ આપી લાભ લીધો હતો. તેમજ 50 લોકોને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ લઇ જવામાં આવ્યા છે. અને સમગ્ર કેમ્પનું આયોજન નિકુંજ લંગાળિયા, રાજભા ગોહિલ, રામજી કાલાણી, નારશંગ મોરી, ભાવેશ વાઘેલાએ કર્યું હતુ. તેમજ ફ્રી નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો