ટ્રસ્ટ હડપવાનો પ્રયાસ:પાલિતણાની જૈન દેરાસર પેઢી સાથે છેતરપિંડી, પેઢીના નામનું નવું બેંક એકાઉન્ટ ખોલી રૂ.2.76 કરોડ ટ્રાન્સફર કરી લીધા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિતણાની જૈન દેરાસર પેઢીમાં ધરાર ટ્રસ્ટી બનેલા મુંબઈના બે વ્યક્તિ વિરુદ્ધ પાલીતાણા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

ભાવનગર જિલ્લાના જૈન તીર્થધામ પાલીતાણામાં આવેલ જૈન દેરાસર ટ્રસ્ટ સાથે મુંબઈના બે વ્યક્તિએ ટ્રસ્ટનો વહીવટ ગેરકાયદેરીતે મેળવી રૂ.2.76 કરોડની છેતરપિંડી કર્યાની પાલીતાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

ગેરકાયદેસર રીતે બેંકના ખાતા ખોલાવી રકમની ઉચાપત અને છેતરપિંડી
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ બોરીવલી વેસ્ટ મુંબઈમાં રહેતા અને પાલિતાણા કેસરિયા ધર્મશાળા તરીકે ઓળખાતા શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી ટ્રસ્ટના ટ્રસ્ટી કમલભાઈ સોમચંદભાઈ મહેતાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં મુકેશ મગનભાઈ દોશી રહે. ઘાટકોપર, મુંબઈ અને સુનિલ ગુણવંતભાઈ શાહ રહે. મરિન ડ્રાઈવ, મુંબઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ઉક્ત બંન્ને અને તેના મળતિયાઓએ ગેરકાયદેસર રીતે ટ્રસ્ટનો વહીવટ મેળવી ગેરકાયદેસર રીતે બેંકના ખાતા ખોલાવી મુળ ટ્રસ્ટના ઉપરના બેંક એકાઉન્ટ્‌સમાંથી રૂ.2,76,00,000ની રકમની ઉચાપત અને છેતરપિંડી કરવાના ઈરાદે પોતે ખોલાવેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ધર્મશાળાનું સંચાલન ગેરકાયદેસર રીતે મેળવી લીધું હતું અને પોતાના મળતીયાઓને પ્રવેશ અપાવી ફરિયાદી પોતે ટ્રસ્ટી હોવા છતાં ટ્રસ્ટની મિલકતમાં અટકાવી ટ્રસ્ટ હડપવાનો પ્રયાસ કરેલ હતો.

આ બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસે મુંબઈના બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ પી.આઈ.પી.આર. મેટાલીયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...