તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ફ્રિઝ અપાવવાને બદલે બાઇક છોડાવી યુવક સાથે છેતરપિંડી, બન્ને ઈસમો પોલીસના હાથવેતમાં

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રેફ્રિજરેટરની લોન માટે ડોક્યુમેન્ટ્સ મેળવી સહી કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી

નિર્મળનગરમાં રહેતા મીતુલ કરમશીભાઈ જાંજરૂકિયાએ ગંગાજળિયા પોલીસ મથકમાં મોહસિન હનિફભાઈ શેખ (રહે. સાંઢિયાવાડ) અને શાહરૂખ હુસેનખાન પઠાણ (રહે. જમનાકુંડ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમને એક ફ્રિજ લેવાનું હતું જેમાં લોનની જરૂર હોવાથી મોહસીને તેમને લોન અપાવવાનું કહી લોન માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ મેળવી તે કાગળો પર સહી લઈ જે બાદ બજાજ કંપનીનું કાર્ડ કઢાવી આપવા અંગે વિશ્વાસ કેળવી શાહરૂખે જરૂરી ડોક્યુમેન્ટ્સ પર સહી લીધાં બાદ કાર્ડ નિકળી જશે તેમ જણાવ્યું હતું.

પરંતુ આ ઈસમોએ તેમના ડોક્યુમેન્ટ્સનો ખોટો ઉપયોગ કરી લોન મેળવીને મોટરસાઈકલ લઈ છેતરપિંડી આચરી હતી. આ અંગે ગંગાજળિયા પોલીસે ઉક્ત બંન્ને ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. હાલ આ બંન્ને આરોપીઓ પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.

ઘરે RC બુક આવી ત્યારે ખબર પડી
આ અંગે ફરિયાદીના ઘરે રજિસ્ટર એડી.થી સુઝુકી ઈન્ડિયા પ્રા.લી.ની મોટરસાઈકલ નં. જીજે-04-ડીક્યુ-4803ની આર.સી. બુક આવી જે બાદ શો રૂમમાં તપાસ કરતા આ ગાડી પર લોન શરૂ હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેનાથી ફરિયાદીને ખ્યાલ આવ્યો કે તેમના નામે મોટરસાઈકલ લઈ ડોક્યુમેન્ટ્સનો ખોટો ઉપયોગ કરી છેતરપિંડી આચરી છે.

અન્ય સમાચારો પણ છે...