વિશ્વાસઘાત:હીરાના વેપારી સાથે રૂપિયા અડધા કરોડની છેતરપીંડી, પિતા-પુત્ર Aસહિત 4 સામે ફરિયાદ

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2016-17માં રૂ.51 લાખના વેચેલ હિરાના પૈસા આજ દિન સુધી પરત ન આપી વિશ્વાસઘાત કર્યો

શહેરમાં હિરાનો વેપાર કરતા વ્યક્તિ પાસેથી અડધા કરોડ રૂપીયાની હિરાની ખરીદી કરી તેના પૈસા પરત ન કરી છેતરપીંડી કર્યાની ફરિયાદ 4 ઇસમો વિરૂદ્ધ એ ડીવીઝન પોલીસમાં નોંધાવાઇ છે બનાવ અંગે મળતી વિગત મુજબ શહેરના કાળિયાબીડમાં રહેતા અને નિર્મળનગર માધવરત્ન ખાતે હિરાનો લે-વેચનો વેપાર કરથા મુકેશભાઇ મદારસિંગભાઇ જાદવ 2012 થી ભવદિપ અરૂણ દવે તથા ચેતન અરૂણ દવે અને ભવદિપના બનેવી વિપુલ રમણીકભાઇ જોષી સાથે હિરાની લેવડ દેવડ કરતા જેના પૈસા ત્રણેય વ્યક્તિ 60 થી 90 દિવસના ગાળામાં આપી દેતા હતા

બાદમાં તા.20-4-16ના રોજ વિપુલે ફરિયાદી પાસેથી રૂ.1,84,474નો તથા ભવદિપે રૂ.49,59,716 મળી કુલ રૂ.51,44,190નો હિરાનો માલ ખરીદી કરેલ જેના પૈસા પરત ન કરતા અને ફરિયાદીનો બ્લોકમાં નાખી દીધેલ જેથી ફરિયાદી પૈસાની ઉઘરાણી માટે ભવદિપના ઘરે જતા તેના પિતા અરૂણભાઇ દવે હાજર હોય તેણે જણાવેલ કે તેઓ જયપુર ખાતે રહે છે અને અહિ પૈસાની ઉઘરાણી કરવા આવતા નહી તેમ કહી ધમકી આપેલ હતી. બાદમાં ફરિયાદી તેના મિત્ર સાથે જયપુર ખાતે ગયેલ જ્યા તને ભવદિપ, વિપુલ તથા ચેતન મળેલ અને પૈસાની ઉઘરાણી કરતા ભવદિપે કહેલ મારી પર 9 કેસ છે તુ જેટલી ફરિયાદ કરીશ તેટલા પૈસા ઓછા મળશે તેમ કહેતા ફરિયાદી ઘરે પરત આવતા રહેલ અને આજદિન સુધી તેના પૈસા પરત ન કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે વિધીવત ફરિયાદ નોંધી આઈપીસી મુજબ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...