છેતરપિંડી:યુવકના બેંક એકાઉન્ટમાંથી રૂા.1,99,000ની છેતરપિંડી

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનપાનો વેરો ભરવામાં ભૂલ આવતા
  • 7 ટ્રાન્ઝેક્શન દ્વારા રકમ ડેબિટ થઈ

પાર્થ સોસાયટીમાં રહેતા દુષ્યંતભાઈ મહેશભાઈ વ્યાસે ગત તા.30/5ના રોજ મહાનગરપાલિકાનો મિલકતવેરો ભરવા માટે તેમના ‌BOBના કાર્ડમાંથી ઓનલાઈન ત્રણ પેમેન્ટ કર્યાં હતા જેમાં છેલ્લા પેમેન્ટમાં એરર આવતા ખાતા રિફંડ માટે તેમણે રિફંડ માટે રિક્વેસ્ટ મોકલી હતી.

એ પછી તા. 2/6ના રોજ તેમને અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો જેમાં તેમની રિફંડ રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ હોવાનું જણાવવામાં આવ્યું અને તે બાદ આ નંબર પરથી તેમની પર સાત-આઠ વાર ફોન આવ્યા તેથી દુષ્યંતભાઈને શંકાસ્પદ લાગ્યું પરંતુ તે બાદ તેમના ખાતામાંથી અલગ-અલગ સાત ટ્રાન્ઝેક્શનથી કુલ રૂ. 1,99,000 ડેબિટ થઈ ગયા હતા. કોઈ પણ ઓટીપી કે કાર્ડની વિગત આપ્યા વિના ખાતામાંથી રૂપિયા કપાઈ તેમનો મોબાઈલ ફોન હેક થયો હોય તેવી શક્યતા પ્રાથમિક તબક્કે જણાઈ રહી હોવાનું જાણવા મ‌ળ્યું છે. આ મામલે દુષ્યંતભાઈ મહેશભાઈ વ્યાસે ભરતનગર પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ભરતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...