ઓડિટમાં ભાંડો ફુટ્યો:GSRTCના એજન્ટે નિગમ સાથે કરેલી રૂ.1.39 લાખની છેતરપિંડી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 આઈડી વડે 500થી વધારે ટીકિટ બુક કરી હતી
  • મુસાફર મુસાફરી કરી લે પછી ટીકિટ કેન્સલ કરી નિગમ પાસેથી પૈસા પરત મળવી લેતો, ઓડિટમાં ભાંડો ફુટ્યો

GSRTCના ટીકિટ બુકિંગ એજન્ટે નિગમ સાથે 1.39 લાખની છેતરપિંડી કર્યાંની ફરિયાદ મહુવા પોલીસ મથકમાં નોંધાઈ છે. અલગ અલગ 14 આઈડીથી 500થી વધારે ટીકિટ બુક કરી કેન્સલ કરી નિગમ પાસેથી પૈસા મેળ‌વ્યા હતા. નિગમના ઓડીટમાં સમગ્ર હકીકત સામે આવી હતી.

મહુવામાં GSRTCના ટીકિટ બુકિંગ એજન્ટ દ્વારા ડિસેમ્બર અને જાન્યુઆરી માસ દરમિયાન એસટી બસ ની અલગ અલગ ટ્રીપોની અંદાજે 552 જેટલી ટીકિટ બુક કર્યાં બાદ કેન્સલ કરી હતી જેના તેણે 1,39,660 નિગમ પાસેથી પરત લીધાં હતા. સંજય બારૈયા અને મોહનીયા નામના એજન્ટ દ્વારા મુસાફરની ટીકિટ બુક કરી મુસાફરી કરાવી દેવામાં આવતી હતી અને મુસાફરી બાદ તે ટીકિટ કેન્સલ કરી હોવાનું બતાવી નિગમ પાસેથી ટિકીટ કેન્સલેશનના પૈસા પરત મેળવી લીધાં હતા.

વાંકાનેર, પોરબંદર, સુરતમાં પણ આ ફરિયાદ ઉઠવા પામી હતી. ઉપરોક્ત રૂટમાં ટીકિટો બુક કરી કેન્સલ કરી દેવામાં આવી હતી. પરંતુ નિગમના ઓડિટમાં છેતરપિંડી થયાનું માલુમ થયું હતું. એજન્ટ દ્વારા અલગ-અલગ 14 આઈડી દ્વારા ટીકિટ બુક કરવામાં આવી હતી. જ્યારે સમગ્ર હકિકત સામે આવતા મહુવા ડેપો મેનેજર પ્રજ્ઞાબેન કનૈયાલાલ વ્યાસએ મહુવા પોલીસ મથકમાં સજય આર. બારૈયા તથા અન્ય 14 આઈડી ધારકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે મહુવા પોલીસે ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...