શહેરના એક નાગરિકને અજાણ્યા ઈસમે મેસેજ કરી તેના બેંક ખાતાનું KYC અપડેત થતુ નહીં હોવાથી ફોનમાં લીંક ઓપન કરાવી બનાવટી નેટબેંકીંગમાં પાસવર્ડ અને OTP નખાવી તેના ખાતામાંથી રૂા.1,20,000 ઉપાડી લેવાતા ભોગવનારે તાત્કાલિક સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક સાધતા તેણે તમામ રકમ ગણતરીના સમયમાં જ રીફંડ કરાવી આપ્યા હતા.
શહેરના એક સદ્દગૃહસ્થ અરજદારના ફોનમાં એક અજાણ્યા ઈસમે મેસેજ કરી તેના SBI બેંક ખાતામાં KYC અપડેટ થતુ નહીં હોવાથી તેને એક લીંક મોકલાવી તે ઓપન કરાવી હતી. લીંક ઓપન થતા SBIનું બનાવટી નેટબેંકીગ પેઈજ ખુલેલ. જેમાં તેના યુઝર નેમ, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરાવી OTP મેળવી તુરત જ તેના બેંક ખાતામાંથી રૂા.1,20,000 ઉપડી ગયેલ.
પોતે છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થતા તુરત જ અરજદારે સાયબર ક્રાઈમ સેલ ભાવનગરનો સંપર્ક સાધતા સેલની ટીમ દ્વારા તાત્કાલિક પત્રવ્યવહાર અને ટેકનીકલ રિસોર્સના આધારે પગલે લઈ તેની પુરેપુરી રકમ રૂા.1,20,000 તેના ખાતામાં પરત મેળવી આપી સ્ટાફે સરાહનીય કામગીરી કરી હતી.
સાઈબર ક્રાઈમથી બચવા કઈ બાબતો ધ્યાનમાં રાખવી
સાઈબર ક્રાઈમથી બચવા અજાણી વ્યક્તિનો કોલ અને તેને OTP કે બેંક એકાઉન્ટની માહિતી આપવી નહીં, કહેવામાં આવતી એપ્લીકેશન ડાઉનલોડ ન કરવી, ફેસબુક, વોટ્સએપમાં અજાણી સ્ત્રીના વિડીયો કોલ કેફેન્ડ રીકવેસ્ટ રીસીવર કરવા, ગુગલમાંથી નંબર સર્ચ કરવો નહીં, ઓનલાઈન ખરીદી ઓફીસીયલ વેબસાઈટ પરથી જ કરવી. સાયબર ક્રાઈમનો ભોગ બનનારે તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 ઉપર કોલ કરી સંપર્ક સાધવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.