યુનિવર્સિટી કુસ્તી સ્પર્ધામાં મહિલા સશક્તિકરણ:ચાર વર્ષ પહેલા એક પણ બહેન ભાગ લેતી ન હતી, જ્યારે ગત વર્ષ કરતા આ વર્ષે બહેનોની સંખ્યા વધી, 51 બહેનોએ ભાગ લીધો

ભાવનગર2 દિવસ પહેલા
  • બે વર્ષ પહેલા 20 થી 25 બહેનો જ કુસ્તીમાં કૌશલ્ય ઝળકાવતી હતી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતર કોલેજ રમતોત્સવનો આરંભ થઈ ગયો છે. આંતર કોલેજ સ્પર્ધાના ત્રીજા તબક્કામાં કુસ્તી સ્પર્ધા શામળદાસ આર્ટ્સ કોલેજના યજમાન પદે શરૂ થયો હતો. જેમાં યુનિવર્સિટીની 28 કોલેજના ભાઈઓ 57 તથા બહેનો 51 મળી કુલ 108 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચાર વર્ષ પહેલા આ સ્પર્ધામાં એકપણ બહેન ભાગ લેતી ન હતી પરંતુ હવે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે બહેનોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

બે-ત્રણ વર્ષથી બહેનો કુસ્તીની સ્પર્ધમાં ભાગ લેતી થઈ છે
આંતરરાષ્ટ્રીય જુડોના ખેલાડી નિશાંત ભટ્ટએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીની ચાર વર્ષ પહેલા બહેનોની કુસ્તીની સ્પર્ધામાં પહેલા તો બહેનો ભાગ જ લેતી ન હતી, જ્યારે છેલ્લા બે-ત્રણ વર્ષથી બહેનો કુસ્તીની સ્પર્ધમાં ભાગ લેતી થઈ છે, જેમાં દર વર્ષે 18 થી 25 બહેનો ભાગ લેતી હતી જે આ વર્ષે કુસ્તીમાં ભાગ લેનારી બહેનોની સંખ્યાનો આંકડો 51 સુધી પહોંચી ગયો છે, જે આવકારદાયક ઘટના ઘટી છે, યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડો.દિલીપસિંહ ગોહિલે જણાવ્યું હતું, કે આ વખતે ભાગ લેનારી સંખ્યામાં બમણો વધારો થયો છે તે એક શુભ ઘટના છે.

અન્ય સમાચારો પણ છે...