તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:જુની અદાવતના કારણે હુમલા કેસમાં ચારને દસ વર્ષની કેદ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં જુની અદાવતને કારણે વર્ષ-2012માં થયેલ જીવલેણ હુમલાનો કેસ આજે ભાવનગર પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા અદાવતે ચાર આરોપીઓને 10-10 વર્ષની સજા ફટકારી હતી.

વિઠ્ઠલવાડી બે માળીયામાં રહેતા ભાવિનભાઈ ઉર્ફે જુલી હર્ષદભાઈ ડાભી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં તા.19-6-12ના ફરિયાદમાં નોંધાવેલ કે આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુ બાલાભાઈ સોલંકી (રહે.હાલ ક.પરા, ટેકરી ચોક, મફતનગર, ભાવનગર), હરેન્દ્રસિંહ ઉર્ફે શ્યામ વિક્રમસિંહ ગોિહલ (મિલ્ટ્રી સોસા. સ્વામિ. ગુરૂકુળ સામે પ્લોટ નં.275) સાથે અગાઉ િનરજસિંહ ભવાનસિંહ ઝાલાની તથા હરેશ ઉર્ફે હરૂભાઈ ભગવાનભાઈ પંડયા સાથે ઝગડો થયેલ જેનું મનદુ:ખ થતા જુની અદાવત રાખી તા.19-6-12ના આરોપીઓ રાજેશભાઈ, હરેન્દ્રસિંહ, નિરવ ઉર્ફે બાવકો રાજુભાઈ વેગડ (નવી વિઠ્ઠલવાડી, 2 માળીયા, રૂમ નં.62), સમીર વલ્લભભાઈ રાઠોડ (રહે.દેસાઈનગર, ઝવેરભાઈની વાડી, શેરી નં.3), રાજુ બાબુભાઈ વેગડ, વિમલ ઉર્ફે લાલો રાજુભાઈ વેગડ (રહે.બન્ને વિઠ્ઠલવાડી, 2 માળીયા રૂમ નં.62), એક બાળ આરોપીનાઓએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી તિક્ષ્ણ હથિયાર છરાઓ ધારણ કરી ફરિયાદી તથા સાહેદોને જુદી જુદી જગ્યાએ શરીર પર ઈજાઓ પહોંચાડી જીવલેણ હુમલો કરી, ગાળો આપી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ આર.ટી. વાચ્છાણીની અદાલતમાં ચાલી જતાં અદાલતે સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની અસરકારક દલીલો તથા આધાર પુરાવા અને સાક્ષીઓને ધ્યાને લઈ આરોપીઓ રાજેશભાઈ, હરેન્દ્રસિંહ, રાજુ, વિમલ આ ચારેય આરોપીઓ સામે ગુન્હો સાબિત માની તેમને આઈપીસી કલમ 307 મુજબના ગુન્હામાં 10 વર્ષની સખત કેદની સજા અને દરેક આરોપીને રૂા.7 હજારનો દંડનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...