ભાવનગર શહેરમાં કોરોનાનો પ્રકોપ હળવો થતો જાય છે. આજે ભાવનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં કુલ 16 નવા કેસ મળ્યા અને તેની સામે લગભગ 4 ગણા એટલે કે 63 દર્દીઓ આજે કોરોનામુક્ત થયા હતા જેમાં 62 દર્દી ભાવનગર શહેરમાં અને એક દર્દી કોરોનામુ્ત થયા હતા. આજે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ એક પણ નવો કેસ મળ્યો ન હતો. હાલ ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના 133 અને ગ્રામ્ય કક્ષાએ 21 મળીને કુલ 154 દર્દીઓ કોરોના પોઝિટિવની સારવારમાં છે તેમાં 6 દર્દીઓ હોસ્પિટલમાં અને બાકીના 148 દર્દીઓ ઘરે રહીને કોરોનાની સારવારમાં છે.
ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના જે 16 કેસ મળ્યા તેમાં પીજી -2 સર ટી. હોસ્પિટલમાં 27 વર્ષીય યુવતી, ઇસ્કોન મેગા સિટી વિક્ટોરિયા પાર્કની સામે 63 વર્ષીય વૃદ્ધા અને 70 વર્ષીય વૃદ્ધ, 25 વર્ષીય યુવતી, આંબાવાડી મેઇન રોડ પર 43 વર્ષીય પુરૂષ, બેન્ક સોસાયટી સુભાષનગમાં 40 વર્ષીય મહિલા, સુભાષનગરમાં 79 વર્ષીય વૃદ્ધ અને 68 વર્ષીય વૃદ્ધા, 52 વર્ષીય મહિલા, હિમાલયા મોલ નજીક હિમાલયા સ્કાયમાં 49 વર્ષીય પુરૂષ, શાસ્ત્રીનગરમાં 30 વર્ષીય યુવક, ગુજરાત હાઉસિંગ સોસાયટી, શાસ્ત્રીનગરમાં 65 વર્ષીય વૃદ્ધા, પરિમલ ચોકમાં 33 વર્ષીય મહિલા, કાળિયાબીડ પાસે 49 વર્ષીય મહિલા, મૈત્રી સોસાયટીમાં 33 વર્ષીય પુરૂષ તથા રાણિકા, બાર્ટન લાઇબ્રેરી પાસે 19 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે.
આજે ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ એક પણ નવો પોઝિટિવ કેસ મળ્યો ન હતો જ્યારે પાલિતાણાના ભારટીંબા ગામે 24 વર્ષીય યુવતીને કોરોનામુક્ત જાહેર કરાયા હતા. આજે ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના નવા 16 કેસ મળ્યા તેની સામે ચાર ગણા એટલે કે 63 દર્દી કોરોના મુક્ત થયા હતા.
શહેર કક્ષાએ રિકવરી રેઇટ 98.50 ટકા
ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 21,700 કેસ મળ્યા છે અને તે પૈકી 21,374 દર્દીઓ કોરોનામુક્ત થઇ ગયા હોય ભાવનગર શહેરમાં કોરોનામાંથી સાજા થઇ ગયા હોય તે રિકવરી રેઇટ થોડો વધીને 98.50 ટકા થઇ ગયો છે. ભાવનગર શહેરમાં આ અગાઉ કોરોનાનો રિકવરી રેઈટ ઘટીને 98 ટકા થઈ ગયો હતો.
ગ્રામ્ય કક્ષાએ રિકવરી રેઇટ 97.79 ટકા
ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 8,542 કેસ મળ્યા છે અને તે પૈકી 8,353 દર્દીઓ કોરોનામુક્ત થઇ ગયા હોય ભાવનગર તાલુકા-ગ્રામ્યમાં કોરોનામાંથી સાજા થઇ ગયા હોય તે રિકવરી રેઇટ થોડો વધીને 97.79 ટકા થઇ ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.