તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:બગદાણાથી 4 શખ્સો વન્ય પ્રાણીનો ગેરકાયદેસર વેપાર કરતા ઝડપાયા

ભાવનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફોરેસ્ટ વિભાગે કોર્ટમા રજુ કરી રીમાન્ડ માગવામાં આવતા અદાલતે તમામના 3 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા

મહુવા તાલુકાના બગદાણા ગામે 66 કે.વી. સબ સ્ટેશનની બાજુમાં વન્ય પ્રાણી શિયાળના ગેર કાયદેસર વેપાર કરતા 4 શખ્સોને ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડ્યા હતા.ગત તા.3/2 ના રોજ નાયબ વન સંરક્ષ્ક બૃહદગીર વન્યપ્રાણી રક્ષ્ણ ટાસ્ક ફોર્સ જુનાગઢના રેડ એલર્ટ જારી કરવા તા.3/2 થી તા.6/2 સુધી તેઓના કાર્યક્ષેત્ર વિસ્તારમાં વન્યપ્રાણી સુરક્ષાને ધ્યાને રાખી પેટ્રોલીંગ કામગીરી કરવા તેમજ બહારના જિલ્લા/રાજયના મજુરોના પડાવો,દંગાઓ, રહેઠાણો તથા ગામડાઓમાં બહારથી દેશી દવાઓ વેચવા આવતા ઇસમોને તેમજ શંકાસ્પદ વ્યકતીઓ ને ચેક કરવા અને હાલમાં અલગ અલગ જગ્યાઓમાં કોમ્બીંગ કરવાની સુચનાના આધારે તેઓ તથા સ્ટાફ મહુવા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં દંગાઓની ચકાસણી કરતા હતા,

તે દરમ્યાન બગદાણા ગામે સી.એચ.સી. સેન્ટરની સામેના ભાગમાં 66 કે.વી. સબ સ્ટેશનની બાજુમાં આવેલા દંગાઓની ચકાસણી કરતા તેમાંથી રામશી કરીમભાઇ પરમાર (રહે.જુના ડુંગરપુર,તા.જુનાગઢ), ભાવસિંગ કરીમભાઇ પરમાર (રહે. ડુંગરપુર,તા.જુનાગઢ), જલુ કરીમભાઇ પરમાર (રહે. ડુગરપુર,તા.જુનાગઢ), તથા વજા હુસેનભાઇ પરમાર (રહે. થાનગઢ,તા.ચોટીલા) વાળાઓના કબ્જામાંથી વન્યપ્રાણીના અવશેષો તથા વન્યપ્રાણીઓને પકડવાના ફાસલાનો સામાન મળી આવેલ. જેમા એક આરોપી નાસી છુટયો હતો.

જે અંગે આરોપીઓની પુછતાછ કરતા તેઓએ જણાવ્યું હતુ કે ઉપરોકત અવશેષો વન્ય પ્રાણી શિયાળના હોવાની કબુલાત આપી હતી.વન્ય પ્રાણી શિયાળ એ અનુસુચી-2 ના ભાગ-2 નું વન્યપ્રાણી હોય જેથી ઉપરોકત તમામ આરોપીઓ વિરુધ્ધ વન્ય પ્રાણી સંરક્ષ્ણ અધીનિયમ-1972 ની જોગવાઇઓ મુજબ ગુન્હો નોંધી તમામની અટક કરી જે.એમ.એફ.સી. ની કોર્ટમાં રજુ કરી રીમાન્ડ માંગવામા આવતા અદાલતે તમામના 3 દિવસના રીમાન્ડ મંજુર કરાતા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં મહુવા વન્યજીવ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને વાઇલ્ડ લાઇફ વોર્ડના આર.આર.ચૌહાણ તથા સૌરાષ્ટ્ર ક્રાઇમ સેલના સભ્ય ડી.જી.ગઢવી તથા રાઉન્ડ ફોરેસ્ટ એસ.બી.ભરવાડ, બી.જી.માયડા,વનરક્ષક જે.એ.બારૈયા, જે.પી.જોગરાણા, જે.પી.ચૌહાણ, વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો