વેક્સિનેશન:કોરોના સામેની કોવીશિલ્ડ રસીની ચાર હળવી આડઅસરો શોધાઈ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અત્યાર સુધી આ કોવીશિલ્ડ વેક્સિનને બમણો પ્રતિસાદ
  • રસીની આડઅસરો ગંભીર નહિ પરંતુ કેટલાક દર્દીઓને ન્યુરોલોજીકલ તકલીફોથી લઈને લોહીના ગંઠાઈ જવાની ફરિયાદ

તાજેતર માં જ કોવીશિલ્ડ વેક્સિનની નવી ચાર આડ અસરો શોધાઈ છે. આરોગ્ય વિભાગ અનુસાર આ આડ અસરો નાં લીધે કોઈ ગંભીર નુકસાન થતું નથી પરંતુ છતાં આવી અસરોને લઈને ધ્યાન રાખવું પડે છે. કોવીશિલ્ડ લીધા બાદ ની અસરોમાં કેટલાક દર્દીઓને ન્યુરોલોજીકલ તકલીફોથી લઈને લોહીના ગંઠાઈ જવાની તકલીફ નો સમાવેશ થયેલો છે. અત્રે ઉલ્લેખનીય છેકે દરેક વ્યક્તિને કોઈપણ રસીની અસર જુદી જુદી થતી હોય છે. હાલમાં ભાવનગર શહેરમાં 3,74,525 લોકો પ્રથમ ડોઝ અને 1,88,565 લોકો દ્વિતીય ડોઝ લઈ ચૂક્યા છે.

કોવીશિલ્ડ એક વાઇરલ વેક્સિન છે અને 84 દિવસ નાં અંતરે તેના બે ડોઝ લેવા પડે છે. કેટલાક રિસર્ચ અનુસાર આ રસી ખૂબ અસરકારક ગણવામાં આવે છે. માટે ભાવનગર માં 70 ટકાથી વધુ લોકોએ આ રસી જ લીધેલી છે.

અત્યાર સુધી આ વેક્સિન લીધા બાદ તાવ આવવો, શરીર નાં દુખાવાની તકલીફો વધારે આવતી હતી. જ્યારે હવે તેમાં ઉલ્ટી થવા જેવી સ્થિતિ, ભૂખ ન લાગવી, અસ્વસ્થ રહેવું, ફ્લૂ જેવા લક્ષણો વગેરેનો સમાવેશ થાય છે.

આ તમામ લક્ષણો વધારે ગંભીર ગણવામાં નથી આવતા પરંતુ જો બે દિવસથી વધારે આ લક્ષણો રહે તો ડોકટર પાસે જવું હિતાવહ છે.

અન્ય સમાચારો પણ છે...