તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ભાવનગરમાં ચાર લેબર કોડની હોળીનો કાર્યક્રમો યોજાયો, શહેરમાં ચાર જગ્યાએ શ્રમજીવીઓએ લેબર કોડનો વિરોધ કર્યો

ભાવનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાનવાડી, કુંભારવાડા અને ચિત્રા જી.આઈ.ડી.સી.માં મજુર કોડના બીલની હોળી કરાઈ

ભાવનગરમાં પાનવાડી, કુંભારવાડા અને ચિત્રા જી.આઈ.ડી.સી.માં ચાર મજુર કોડના બીલની હોળી કરાઈ હતી. દેશનાં 10 જેટલા સીટુ, ઈન્ટ્રક, આઈટક, એચ.એમ.એસ, સહીતનાં રાષ્ટ્રિય ટ્રેડ યુનિયનો દ્વારા દેશ વ્યાપી આંદોલન ચલાવી રહેલ છે. આજે ગુજરાતમાં પણ 12 જીલ્લામાં શ્રમજીવીઓએ, શ્રમજીવી વિસ્તારોમાં અને કારખાનાના ગેઈટ ઉપર ચાર લેબર કોડ બીલની હોળી કરી છે.

આજે દેશભરમાં ચાર લેબર કોડની હોળીનાં કાર્યક્રમો યોજાયો છે. અને દિલ્હીમાં જંતરમંતર પાસે ટ્રેડ યુનિયનનો દેખાવો યોજાયો છે. અને તેથી ગભરાયેલ સરકારે 1 લી એપ્રીલથી જેનો અમલ થવાનો હતો તેનો અમલ કામચલાઉ રીતે સપ્ટેમ્બર માસ સુધી મોકુફ રાખેલ છે. સીટુ પ્રદેશ મહામંત્રી અરૂણ મહેતા તથા પ્રમુખ સતીષ પરમારે વિગતો આપતા જણાવ્યું છે કે કૃષિ કાળા કાયદાની જેમ 44 મજુર કાયદો રદ કરીને ચાર લેબર કોડ બનાવવાની માંગણી દેશનાં એક પણ યુનિયને કરી ના હતી.

વિશ્વની કોર્પોરેટ કંપનીઓએ, ભારતમાં શ્રમ કાનુનો ફલેકસીબલ કરવાની માંગણી પ્રમાણે નવા ચાર લેબર કોડ પસાર કરાયા છે. જે શ્રમજીવી વિરોધી છે. મજુરોને માલીકોને શરણે ધરી દેનાર છે. ફીકસ ટર્મ એમ્પ્લોયમેન્ટ, હાયર એન્ડ ફાયર (ગમે ત્યારે છુટા કરવા), 8 કલાકને બદલે 12 કલાકનો દિવસ, 50 ટકા શ્રમજીવીઓને કોઈ લેબર કાયદા જ લાગુ ન પડે તેવી જોગવાઈ, કરોડો અસંગઠીત તથા બાંધકામ મજુરોને રક્ષણ હટાવી લેવા સહિતની બાબતો નવા ચાર કોડ દ્વારા શ્રમજીવીઓને અર્ધ ગુલામ બનાવશે અને તેથી સમગ્ર દેશભરના શ્રમજીવીઓમાં આ નવા ચાર લેબર કોડ સામે ભારે રોષ પ્રવર્તિ રહેલ છે. કેન્દ્ર સરકાર કંપની અને કોર્પોરેટની સરકાર છે. હાલ પાંચ રાજ્યમાં ચૂંટણી ચાલુ હોવાથી માત્ર કામ ચલાઉ મોકુફીની જાહેરાત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો