મેઘ મહેર:ભાવનગરના ઉમરાળામાં પોણા ચાર, વલભીપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલભીપુરમાં મકાનની દિવાલ ધરાશાયી - Divya Bhaskar
વલભીપુરમાં મકાનની દિવાલ ધરાશાયી
  • સિઝનનો કુલ વરસાદ 99 ટકાને આંબવા આવ્યો
  • ઉમરાળામાં પોણા ચાર, વલભીપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ

વલભીપુર શહેર અને તાલુકામાં સતત વરસી રહેલા વરસાદનાં માઠા પરિણામો લોકોને ભોગવાનાં આવ્યા છે. તેવામાં શહેરમાં ભટ્ટશેરી વિસ્તારમાં એક મકાનની કાચી દિવાલ એકાએક તુટી પડી હતી. સદનસીબે કોઇ બાળક શેરીમાં રમતુ ન હતું તેથી કોઇ અગમ્ય ઘટના ઘટી ન હતી.

ઉમરાળામાં મકાનની દિવાલ ધરાશાયી
ઉમરાળામાં મકાનની દિવાલ ધરાશાયી

સતત વરસી રહેલા વરસાદને કારણે ઉમરાળા શહેરમાં દેરાસરવાળી શેરીમાં એક મકાનની દીવાલ ધરાશયી થઈ હતી.તો અમદાવાદ અમરેલી રોડ ઉપર ધોળા રેલ્વે ફાટક પાસે આવેલ નાળા ,કોઝવે ઉપરથી પાણી વહેવા લાગતા, ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી હતી.

સિહોરનું ભાણગઢ ગામ બન્યું બેટ
સિહોરનું ભાણગઢ ગામ બન્યું બેટ

સિહોર તાલુકાના છેવાડાના ભાણગઢ ગામમાં ઉપરવાસમાં સારા વરસાદને કારણે રંઘોળી અને કાળુભા નદીમાં પાણી આવતા બેટ બન્યું છે. ભાણગઢ બેટ બની જતા તે ઘાંઘળી અને સિહોરથી સંપર્ક વિહોણું બની ગયું હતું. ભાણગઢવાસીઓ સિહોર આવી શકતા નથી અને સિહોરથી ભાણગઢ જઇ શકાતું નથી.

અન્ય સમાચારો પણ છે...