મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને ભાવસિંહજી રાજાનું આ ભાવનગર ચારેય દિશાએથી સુરક્ષીત છે ભાવનગરની રક્ષા કરવા માટે ચારેય દિશામાં માં જગદંબા સાક્ષાત નિવાસ કરી રહ્યાં છે. કહેવાય છે કે, ભાવનગરની પુર્વે શ્રી રૂવાપરી માતાજી, ભાવનગરની પક્ષ્ચિમે ખોડીયાર માતાજી, ઉત્તરે માં વડવાળા અંબાજીમાતા અને દક્ષિણે શ્રી શીતળામાતાજી હાજરા હાજુર છે. આ ચારેય આપણા ભાવનગરની રક્ષા દેવી તરીકે પ્રચલીત છે. આવો ચારેય રક્ષાદેવીના વિસ્તારથી દર્શન કરીએ.
ઉત્તર દિશામાં માં વડવાળા અંબાજી
ભાવનગરનું આંબાચોક, સાકર બજાર તે વખતનું વડવા ગામ કહેવાતું આશરે 250 વર્ષ પૂર્વે વડવા -રૂવા ગામ વચ્ચે નદી પસાર થતી હતી. ઇતિહાસ ખુબ લાંબો છે. વડવા ગામ નદી કિનારે વડના ઝાડ નીચે એક પુ શ્રી કેશવાનંદ મહાત્માં અંબાજી માતાજીના પરમ ભગત નિત્ય નામ સ્મરણ કરે એક રાત્રીએ સ્વપ્ન આવ્યું બે બાકળા ઉઠી ગયા આંખો ખોલી તો વડના ઝાડ ઉપર લાલ મુખ વાળી મૂર્તિ જોઇ તુરત જ માં ના આશિષ લઇને માંની સ્થાપના કરી જે ઉત્તરની દિશાએ ભાવનગરવાસીઓની રક્ષા કરે છે.
દક્ષિણે રક્ષણ કરનાર શીતળા માતાજી
શહેરની દક્ષિણે ઘોઘા તરફ લગભગ 5 કિ.મી દૂર શીતળામાંનું મંદિર સ્થાપીત છે. માતાજી અહિં કેવા સંજોગોમાં પધાર્યા તે જાણ નથી પણ ચૈત્રમાસના દર રવિવારે શ્રધ્ધાળુઓ પગપાળા સંઘ લઇને પધારે છે. ખાસ શીતળા સાતમે અહિં ખુબ ભીડ જામે છે. માં શીતળા રૂપ અને ગુણ અને કાયાની સુંદરતા સ્વચ્છતા પ્રદાન કરે છે. ચામડીના રોગ, અંગની ભાંગતોડ થાય ત્યારે શ્રધ્ધાળુ અહિં અંગ ચડાવવાની માનતા રાખે છે. માં શીતળા આ માનતા પૂર્ણ કરે છે. આ રીતે આ માતાજી પણ શહેરની રક્ષા કરે છે.
ભાવનગરની પૂર્વે શ્રી રૂવાપરી માતાજી
વનગર શહેરની પૂર્વ દિશામાં લગભગ 3 થી 4 કિ.મીના અંતરે માં રૂવાપરીની ધર્મધજા ફરકી રહી છે. એક સમયે દરિયા આ મંદિર સ્થીત હતું સમય જતા દરિયો ખુબ દુર જતો રહ્યો છે. રાત્રીના સમયે આ મંદિરેથી જોતા ખંભાતના દિવાઓ દેખાય છે. મંદિરના પ્રાંગણમાં પગ મુકતા જ ઉંચી ઉભણી વાળા મંદિરમાં માં રૂવાપરીની પાષાણમૂર્તિના ભવ્ય દર્શન થાય છે. ભાવનગરમાં લગભગ 40 જેટલા પરિવારો આ માતાજીને કુળદેવી તરીકે પુજે છે. કહેવાય છે કે આ માતાજીને પૂજવાથી રક્તપિતનો રોગ દુર થાય છે.
પશ્ચિમે રક્ષા કરનાર શ્રી ખોડિયાર માતાજી
પૂર્વ કાળમાં સૌરાષ્ટ્રના ભાવનગર જીલ્લાના રોહીશાળા ગામમાં ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય થયું હતું હાલમાં આ જગ્યા ભાવનગર થી પશ્ર્ચિમ દિશા તરફ 18 કિ.મી દુર રાજપરા ગામે ખોડીયારમાં સ્થીર છે. રાજયભર દેશભરમાંથી શ્રધ્ધાળુઓ માનતા બાધા પુરી કરવા અંહી પધારે છે. ઓટો રીક્ષા, સીટીબસ દ્વારા અહીં પંહોચી શકાય છે. લાપસીઘર,રાત્રી રોકાણ માટે ધર્મશાળા ટ્રસ્ટ ધર્મશાળા હોટલ ઉતારાની ખુબ સારી સગવડ છે.પશ્ચિમ દિશામાં આ માં ખોડીયાર ભાવનગરની સંપૂર્ણ રક્ષા કરે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.