નવા નીરની આવક:ચાર દિવસ બાદ શેત્રુંજી ડેમ પુન: ઓવરફ્લો થયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 7 જળાશયોમાં નવા નીરની આવક
  • સોમવારે રાત્રે 10 કલાકે ડેમના 10 દરવાજા એક ફૂટ ખોલાયા

સપ્ટેમ્બર ભાવનગર શહેર અને જિલ્લામાં ભાદરવામાં અવિરત મેઘમહેરથી જળાશયોની સપાટીમાં સતત વધારો થતો જાય છે. આજે શેત્રુંજી ડેમ સહિત જિલ્લાના સાત જળાશયોમાં વરસાદી નીરની આવક શરૂ થઇ હતી. જેમાં શેત્રુંજી ડેમમાં ઉપરવાસના ખોડિયાર ડેમના દરવાજા ખોલતા રાત્રે 10 કલાકે શેત્રુંજી ડેમ આ સિઝનમાં ચાર દિવસમાં રી એક વખત ઓવરફ્લો થયો હતો.

ભાવનગર જિલ્લામાં જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના કુલ 90 ટકાથી વધુ નીરનો સંગ્રહ થયો છે. શેત્રુંજી ડેમ ગત તા.9 સપ્ટેમ્બરના રોજ ઓવરફ્લો થયા બાદ આજે ચાર દિવસના અંતરાય બાદ રાત્રે 10 કલાકે ડેમમાં ગુજરડા જળસ્ત્રાવ ક્ષેત્રમાંથી 1180 ક્યૂસેકની આવક શરૂ હોય 10 દરવાજા 1 ફૂટ ઓલવામાં આવ્યા હોવાનું શેત્રુંજી ડેમના અધિકારીએ જણાવ્યું હતુ. ભાવનગર જિલ્લામાં આજે રજાવળ ડેમમાં 327 ક્યુસેક, માલણ ડેમમાં 92 ક્યૂસેક, રંઘોળા ડેમમાં 228 ક્યૂસેક, લાખણકા ડેમમાં 103 ક્યૂસેક, અમરીપરા ડેમમાં 42 ક્યૂસેક અને કાળુભાર ડેમમાં 210 ક્યસેક પાણીની આવક શરૂ હતી.

ભાવનગર જિલ્લામાં જળાશયોમાં કુલ જિવંત જળ સંગ્રહ ક્ષમતા 420.68 મિલિયન ક્યબિક મીટર છે અને તે પૈકી જળાશયોમાં આજે સાંજ સુધીમાં 377.84 મિલિયન ક્યૂબિક મીટર જળનો સંગ્રહ થયો છે. એટલે કે 89.82 ટકા જળનો સંગ્રહ થયો છે. જેમાં એકલા શેત્રુંજી ડેમમાં જ 299.90 મિલિયન ક્યૂબિક મીટરની જળ સંગ્રહ ક્ષમતા સામે 100 ટકા જળનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત ખારો ડેમમાં પણ જળસંગ્રહ ક્ષમતા 11.84 મિલિયન ક્યૂબિક મીટર છે.

અન્ય સમાચારો પણ છે...