તપાસ:કેબિનેટ મંત્રી પર ચેક રીટર્નના ચાર કેસ મહારાષ્ટ્ર કોર્ટમાં હજુ અનિર્ણિત

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર પશ્ચિમના ભાજપના ઉમેદવારે રજૂ કર્યું એફિડેવીટ
  • જીતુ​​​​​​​ વાઘાણી પાસે રૂ.7.40 કરોડની સ્થાવર અને સંગમ મિલકતો, રૂ.1.84 કરોડની લોન સહિત આર્થિક જવાબદારી

ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર અને કેબિનેટ શિક્ષણ મંત્રી પર મહારાષ્ટ્ર કોર્ટમાં ચેક રીટન સંબંધિત ચાર કેસ અનિર્ણિત છે. જ્યારે તેઓ પાસે સ્થાવર અને જંગમ કુલ રૂ.7.40 કરોડની મિલકતો છે. પરંતુ તેમના પર રૂ.1.84 કરોડની લોનની આર્થિક જવાબદારી પણ છે.આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની કાર્યવાહી શરૂ છે અને ઉમેદવારો દ્વારા એફિડેવિડ પણ કરવામાં આવે છે જેમાં તમામ હકીકતો જાહેર કરાય છે.

ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પોતાના એફિડેવિડમાં જાહેર કર્યા મુજબ તેઓએ રિટર્નમાં દર્શાવેલી આવક મુજબ છેલ્લા પાંચ વર્ષમાં સાત ગણો વધારો થયો છે. વર્ષ 2017-18 માં રૂ. 3,64,690 હતા તે વર્ષ 2020-21 માં રૂ.21,99,900 થઈ છે.

તદુપરાંત રોકડ, બેંકમાં, દાગીના, ઝવેરાત, એલઆઈસી, વાહન સહિત રૂ.3.69 કરોડની જંગમ મિલકતો છે, અને કૃષિની જમીન, ઓફિસ, મકાન સહિત રૂ.3.70 કરોડની સ્થાવર અસ્ક્યામતો મળી કુલ રૂ.7.40 કરોડની મિલકતો છે. જ્યારે રૂ.1.84 કરોડની લોન સહિતની આર્થિક જવાબદારી તેમના પર છે.તેમના પત્નીના નામે પણ રૂ.95,59,001ની જંગમ મિલકત અને રૂ.17,10,000ની સ્થાવર અસ્ક્યામતો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીતુ વાઘાણી પર ચેક રિટર્ન સંબંધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ વસઈ મહારાષ્ટ્ર કોર્ટમાં ચાર કેસ અનિર્ણિત છે.

અન્ય સમાચારો પણ છે...