તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવેતર:એક વર્ષમાં ભાવનગરમાં ચણાના વાવેતરમાં સાડા ચાર ગણો વધારો

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ભાવનગર જિલ્લામાં શિયાળુ પાકનું કુલ વાવેતર 1,04,700 હેકટર થઇ ગયું
 • એક વર્ષ પૂર્વે ચણાનું વાવેતર 4700 હેકટર હતુ તે આ વર્ષે વધીને 21 હજાર હેકટર થયું

ભાવનગર જિલ્લામાં આ વર્ષે પાણીની સ્થિતિ સારી છે અને તેમાં ઠંડી પણ સારી અને એકધારી પડવાનો આરંભ થતા છેલ્લા એક જ સપ્તાહમાં જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં 26,500 હેકટરનો વિક્રમી વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં એક સપ્તાહ અગાઉ વાવેતર 78,200 હેકટર હતુ તે હવે વધીને 1,04,700 હેકટર થઇ ગયું છે. જેમાં ખાસ તો ઘઉંનું વાવેતર 22,700 હેકટર થઇ ગયું છે. જ્યારે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ચણાનું વાવેતર સાડા ચાર ગણું વધી ગયું છે અને ચણાનું વિક્રમી 21 હજાર હેકટરમાં વાવેતર થયું છે.

ભાવનગર જિલ્લામાં આ સપ્તાહે વાવેતર વધીને એક લાખ હેકટરને વટી ગયું છે. જિલ્લામાં આ વર્ષે ખાસ તો ઘઉં, ડુંગળી, ચણા, શાકભાજી સહિતના વાવેતર મુખ્ય છે. ગત વર્ષે જિલ્લામાં ચણાનું કુલ વાવેતર 4,700 હેકટરમાં થયું હતુ તે આ વર્ષે સાડા ચાર ગણું વધીને 21,000 હેકટર થઇ ગયું હતુ. વાવેતર પછી વધુ માવજતની જરૂર નહીં હોવાથી અને પિયતની પૂરતી સુવિધાને કારણે આ વખતે સમગ્ર રાજ્યમાં 7.46 લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે જે રેકોર્ડબ્રેક છે. સામાન્ય રીતે દર વર્ષે વાવેતરનો વિસ્તાર 3 લાખ હેક્ટર હોઈ છે. સમગ્ર રાજ્યમાં ચણાના વાવેતર માટે સૌરાષ્ટ્ર મોખરે છે.વાવેતર વધુ હોવાથી અને અનુકૂળ ઋતુ હોવાને કારણે ઉત્પાદન વધુ આવવાની શક્યતા છે. ભાવ નીચા હોવાથી એક્સપોર્ટમાં ડિમાન્ડ ગત વર્ષની સરખામણીએ 25 ટકા વધુ રહેશે. વાવેતર વધુ હોવાથી ચણાનો ભાવ ગત વર્ષની સરખામણીએ ક્વિન્ટલ દીઠ રૂપિયા 1 હજાર ઘટશે. આ સપ્તાહે કુલ શિયાળુ વાવેતર 1,04,700 હેકટર થઇ ગયું છે. જે ગત સપતાહે 78,200 હેકટર હતુ.

આ વર્ષે ચણામાં શું કામ વાવેતર વધ્યું ?
ચણાના વાવેતર માટે આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટકએ મુખ્ય રાજ્ય ગણાય છે. પ્રતિકૂળ વાતાવરણથી રાજસ્થાનમાં 25%, મધ્યપ્રદેશમાં 10% અને કર્ણાટકમાં 25 % ઉત્પાદન ઓછું થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો