ભાવનગર શહેરમાં હાલ 40 ડિગ્રી કે તેનાથી વધુ ગરમી પડી રહી છે ત્યારે દર સપ્તાહની જેમ આ સપ્તાહના આરંભથી જ વિવિધ વિસ્તારોમાં વીજ કાપ જાહેર કરાયો છે. તેમાં બે દિવસ, સોમવાર અને મંગળવાર, હોસ્પિટલ ફીડરના વિસ્તારોમાં વીજ કાપ જાહેર કરવામાં આછતા આવેલા દવાખાના અને તેના દર્દીઓને તકલીફ વેઠવી પડશે.
ભાવનગર શહેરમાં તારીખ 9 મેને સોમવારે સિટી સબ સ્ટેશનના હોસ્પિટલ ફીડર હેઠળના ઓર્નેટ કોમ્પલેક્સ, સૂચક હોસ્પિટલ, ભક્તિબાગ, સમીપ કોમ્પલેક્સ, સૂર્યદીપ કોમ્પલેક્સ, હોટલ જનરેશન એક્સ, હોટલ રસોઇ, સોલ હોસ્પિટલ, પંચકુટિર કોમ્પલેક્સ, તૃપ્તિ ફ્લેટસ, ડો.માલતીબહેનનું દવાખાનું, તીર્થરાજ કોમ્પલેક્સ, ટ્રેડ સેન્ટર, ડો.વિરડીયાની હોસ્પિટલ, કહાન હોસ્પિટલ, માધવદીપ, કાળુભા રોડ તથા આજુબાજુના વિસ્તારોમાં સવારના 6.30થી સવારના 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
તા.10 મેને મંગળવારે પણ હોસ્પિટલ ફીડરમાં વીજ કાપ રહેશે. આ ફીરડના બજરંગદાસ હોસ્પિટલ, બાહુબલી કોમ્પલેક્સ, આકાર કોમ્પલેક્સ, ભાજપ કાર્યાલય, બીમ્સ હોસ્પિટલ, આયુષ પ્લાઝા, શેત્રુંજય રેસિડેન્સી, મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ અને ડોકટર્સ ક્વાટર્સમાં સવારના 6.30થી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
તારીખ 11 મેને બુધવારે વાલ્કેટ ગેઇટ સબ સ્ટેશનના ફેરી બંદર ફીડર હેઠળના મોડર્ન સ્ટોન તેમજ આજુબાજુનો વિસ્તાર, સાંવરિયા સોલ્ટ, મોડેસ્ટ, ભારત સોલ્ટ, ફેરી બંદર રોડ તેમજ આજુબાજુનો વિસ્તાર તેમજ જૂના બંદર રોડ પરના વિસ્તારમાં સવારના 6.30થી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.