તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજ્ઞાન પર ભારે અંધશ્રદ્ધા?:ભાવનગર જિલ્લાના 40 ગામ, જ્યાં રસીનો પૂરતો સ્ટોક હોવા છતા લોકો રસીકરણ કરાવવા નથી તૈયાર!

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • અંધશ્રદ્ધા અને વિવિધ ગેરમાન્યતાઓના કારણે રસીકરણમાં વિલંબ

કોરોના મહામારીને નાથવા માટે હાલ વેક્સિનને મહત્વનું હથિયાર માનવામા આવી રહ્યું છે. ત્યારે ગુજરાત સહિત દેશભરમાં હાલ રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા હાલ સમગ્ર ગુજરાતમાં 45 વર્ષથી વધુ ઉમરના લોકોને રસી આપી રહી છે. પરંતુ, ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ રસીકરણની આડે રસીની અછત નહીં પણ લોકોમાં રહેલી વિવિધ ગેરમાન્યતા અને અંધશ્રદ્ધાનું વિધ્ન નડી રહ્યું છે. ભાવનગર જિલ્લાના 40 ગામડાઓ એવા છે કે, જ્યાં મોટાભાગના લોકો ગેરમાન્યતાઓના પગલે રસી મુકાવવા તૈયાર નથી.

ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં કેવી છે રસીકરણની સ્થિતિ?
ભાવનગર શહેરમાં હાલ 45 વર્ષથી મોટી ઉમરના અને 18 વર્ષથી 44 વર્ષની વયના લોકોનું પણ રસીકરણ કરવામા આવી રહ્યું છે. જો કે, ગ્રામ્ય વિસ્તારમાં હાલ 45 વર્ષથી મોટી ઉમરના લોકોને જ રસી આપવામા આવી રહી છે.

ગ્રામ્ય વિસ્તારમાં 45 વર્ષથી મોટી ઉમરના 53 ટકા લોકોને પ્રથમ ડોઝ અને 33 ટકા લોકોને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. તાલુકા વાઈઝ 2 જૂન સુધીમાં થયેલા રસીકરણના આંકડાઓ નીચે મુજબ છે.

તાલુકોપ્રથમ ડોઝબીજો ડોઝ
ભાવનગર ગ્રામ્ય24,1937,964
ઘોઘા12,7763,639
ગારીયાધાર13,6624,190
જેસર9,8662,304
મહુવા42,80216,101
પાલિતાણા22,1216,729
સિહોર29,99211,892
તળાજા31,87810,106
ઉમરાળા11,5883,531
વલ્લભીપુર12,9954,282

રસીકરણને લઈ શહેરમાં ઉત્સાહ, ગ્રામ્યમાં નિરુત્સાહ​​​​​​​

ભાવનગર જિલ્લામાં હાલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ ચાલી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારની સમકક્ષ શહેરી વિસ્તારના લોકોમાં રસીકરણને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ, ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાના કારણે લોકો હજી પણ રસીકરણ માટે તૈયાર ના થતા હોવાનું સામે આવી રહ્યું છે.ભાવનગર જિલ્લામાં હાલમાં રસીકરણ માટે 100 ડૉકટરો, 800 પેરા મેડિકલ સ્ટાફ, 1400 આશા વર્કરો, 2000 આંગણવાડી વર્કરો, 8 ડિસ્ટ્રીક નોડલ ઓફિસરો, 20 સર્વે સ્ટાફ આટલો મોટો સ્ટાફ જિલ્લામાં ખાસ કરીને ગામડાઓમાં લોકોને રસી આપવા કામ કરી રહ્યા છે.

વિજ્ઞાન પર ભારે પડી રહી છે અંધશ્રદ્ધાઓ​​​​​​​
ભાવનગર જિલ્લાના ચાલીસ જેટલા ગામો એવા છે કે, જ્યાં અમૂક ચોક્કસ જ્ઞાતિના લોકોમાં રસીકરણને લઈ ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધા જોવા મળી રહી છે. વેક્સિને લેવાથી કોરોના સામે સુરક્ષા મળતી હોવાના બદલે લોકો મોત થતું હોવાની ગેરમાન્યતા ધરાવે છે. આ ઉપરાંત હાલ સંક્રમણ ઘટતા પણ કેટલાક લોકો રસી લેવાનું ટાળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સામાજિક આગેવાનો આગળ આવે તે જરુરી​​​​​​​
કોરોનાની બીજી વેવમાં ગ્રામ્ય વિસ્તાર પણ બાકાત રહી શક્યા નથી. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના સામે લડવા માટે લોકોનું રસીકરણ થવું જરુરી છે. ત્યારે વિવિધ સમાજના આગેવાનો અને સામાજિક સંસ્થાઓ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સક્રિય થાય તે જરુરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...