તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વટસાવિત્રી પૂર્ણિમાની ઉજવણી:સૌભાગ્યવતિ બહેનો પતિના સ્વાસ્થ્ય અને સંસારની પ્રસન્નતા માટે વટસાવિત્રી વ્રત કરશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જેઠ શુદ પૂનમ મધ્યરાત્રીની વ્યાપીની હોય ત્યારે જ પૂનમનુ વ્રત કરવાની સ્પષ્ટ શાસ્ત્રાજ્ઞા છે. આ વર્ષે જેઠ શુદ પુનમ ગુરૂવાર તા.24-6ના રોજ રાત્રીના પૂર્ણિમા તીથી હોવાથી વટસાવિત્રી પુનમનુ વ્રત અને વ્રતનુ ઉજવણુ ગુરૂવાર તા.24-6ના રોજ કરવુ. તેમ શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોષીએ જણાવ્યુ હતુ.જેઠ શુદ પુનમ એટલે પ્રાચિન હિન્દુ પરંપરા અને ભારતીય સંસ્કૃતિમાં વટ સાવિત્રી પુનમનુ વ્રત ભારતિય શાસ્ત્રોમાં તહેવારોની પાછળ એક મજબુત શ્રધ્ધા તો કામ કરે જ છે. પણ આપણા દિર્ધદ્રષ્ટા ઋષીમુનીઓની ગહનતાને સમજવાનો પ્રયાસ કરીએ તો દરેક તહેવારો અને વ્રતની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ જાણવા મળે વટસાવિત્રી પુનમનુ વ્રત સમાજને વૃક્ષની જાળવણીનો એક અમુલ્ય સંદેશ પણ આપે છે.

હિન્દુ શાસ્ત્રોમાં પીપળાની જેમ જ વડના વૃક્ષને પણ અત્યંત પવિત્ર અને શુભતાનુ કારક માનવામાં આવે છે. નર્મદા કિનારે બીરાજેલા અને સદીઓથી ભાવીકોનુ આસ્થાનુ કેન્દ્ર બનેલા કબીર વડ આનુ જીવંત ઉદાહરણ છે. વટસાવિત્રી પૂનમના દિને સૌભાગ્યવતિ બહેનો વડના વૃક્ષની પુજા કરે છે. જેની પાછળ આપણા સંપ્રદાયની મહાન સતિ સાવિત્રી અને સત્યવાનની કથા રસપ્રદ રીતે જોડાયેલી છે.

આ દિવસે બહેનો વડના વૃક્ષની અને સત્યવાન, સાવિત્રી તથા યમરાજની પુજા કરે છે. આ વ્રતનુ પાછળનો હેતુ પોતાના પતિના દિર્ધાયુષની પ્રાપ્તી અને પોતાના અક્ષય સૌભાગ્યની પ્રાર્થના હોય છે. આપણા પૌરાણિક ગ્રંથો મુજબ વડનુ વૃક્ષએ દેવનુ સ્વરૂપ છે.

આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડના વૃક્ષને પાણીનુ સિંચન કરવુ, વડવૃક્ષના થડને સુતરનો દોરો વીંટવો અને ઓમ નમો વૈવસ્તાય નમો નમ: મંત્ર બોલવો, ચંદનનુ તિલક કરવુ, અક્ષત અને ફુલો ચઢાવવા અનુ પૂર્ણ સમપર્ણના ભાવ સાથે વડવૃક્ષની પરિક્રમ કરવી પતિ અને પુત્રોના દિર્ધાયુષ તથા સ્વાસ્થય અને અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરવી. આ વ્રત ચૌદ વર્ષ સુધી કરવાની પરંપરા છે. દર વર્ષે ચૌદ ફળો અને ચૌદ નૈવેધ અર્પણ કરી શકાય માતા સાવિત્રી દેવીનુ પૂજન કરવાનો પણ મહિમા છે.

અન્ય સમાચારો પણ છે...