અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ:સાત વિધાનસભા બેઠકો પર 84 ઉમેદવારોના ફોર્મ માન્ય

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ
  • 7 પૈકી સૌથી વધુ પશ્ચિમ વિધાનસભા બેઠક પર 23 ઉમેદવારો માન્ય, 15 અપક્ષ ઉમેદવારો

આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો દ્વારા ભરાયેલા નામાંકન પત્રોની આજે ચકાસણી કરતા ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પર 84 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. જોકે, આગામી તારીખ 17 ના રોજ ઉમેદવારી પત્ર ખેંચવાની અંતિમ તારીખે વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પર આજે ફોર્મ ચકાસણી બાદ કુલ 84 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે જેમાં મહુવા વિધાનસભા બેઠક પર 12, તળાજા વિધાનસભા બેઠક પર 13, પાલીતાણા બેઠક પર 8, ભાવનગર ગ્રામ્ય બેઠક પર 7, ભાવનગર પૂર્વ બેઠક પર 10, ગારીયાધાર બેઠક પર 11 તેમજ ભાવનગર પશ્ચિમ બેઠક પર સૌથી વધુ 23 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે.

અને તેમાં પણ 15 જેટલા અપક્ષના ઉમેદવારો છે. પરંતુ ઉમેદવારો દ્વારા નામાંકન પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું વાસ્તવિક ચિત્ર બહાર આવશે. ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે ભાવનગર પશ્ચિમ બેઠક પર 15 કરતા વધારે ઉમેદવારો રહેશે તો બે ઈવીએમ રાખવા પડશે

અન્ય સમાચારો પણ છે...