તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:એચ-ટાટ પરીક્ષા માટે 23 જૂનથી ફોર્મ ભરી શકાશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તરીકેની નિમણૂક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક આચાર્ય અભિરુચિ કસોટી એટલે કે એચ ટાટની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. આ વર્ષે એચ-ટાટ પરીક્ષા લેવા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કસોટી માટે તારીખ 23 જૂનથી 3 જુલાઈ સુધી ઉમેદવારો નોંધણી ફોર્મ ઓનલાઇન ભરી શકશે. જ્યારે નેટ બેન્કિંગ મારફતથી ભરવાનો સમયગાળો 23 જૂનથી 4 જુલાઈ સુધીનો રહેશે. આ પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે આ માટેની માહિતીઓ જોવા રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ સતત જોતા રહેવી.

7 જુલાઇથી 15 જુલાઇ સુધી ઉમેદવારોના ભરાયેલા આવેદનપત્રમાં રજૂ થયેલી લાયકાત અને અનુભવોની વિગતોનું જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વેરિફિકેશન કરી આવેદનપત્ર કરવામાં આવશે. જ્યારે આ એપ્રુવ કરેલા આવેદનપત્રો બોર્ડમાં તારીખ 16 જુલાઈ અને 17 જુલાઇના રોજ જમા કરાવવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...