તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નુકસાન થયેલા વિસ્તારોને સહાય જાહેર કરવા ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરી

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘોઘા કોંગ્રેસ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલએ તાત્કાલીક સહાયની માંગ કરી

ગુજરાતના અનેક જિલ્લામાં ત્રણ દિવસ પહેલા પડેલા ધોધમાર વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. જેમાં ખેડૂતોના પાક ને નુકસાન, મકાનનો ધરાશાયી, અનેક પશુઓના મોત, જીવન જરૂરી ચીજવસ્તુઓને ભારે નુકસાન થવા પામ્યું છે તો તાત્કાલિક સહાય ચૂકવવા ઘોઘા કોંગ્રેસ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલે મુખ્યમંત્રીને માંગ કરી છે.

સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર સહિત અન્ય જિલ્લાના અનેક ગામોમાં અતિ ભારે વરસાદને કારણે પુરના પાણીએ ભારે તારાજી સર્જી છે. અનેક ગામોમાં ગામડાં ના મકાનો ધરાશાયી થયા છે, જનતાની જીવન જરૂરી ઘર વખરીને ભારે નુકસાન થયું છે, સાથે ખેડૂતોના ઉભા પાક તણાઈ ગયા છે, સાથે માટીનું વ્યાપક ધોવાણ થઈ ગયું છે, પશુ પાલકોના પશુધન તણાઈ ગયા છે, તો ક્યાંક મૃત્યુ થયા છે તો ક્યાંક વીજળી પડવાથી પણ પશુઓના મૃત્યુ થયા છે.

ખેડૂતો અને પશુ પાલકોના ઘાસચારાને ભારે નકશાન થયું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીને નમ્ર વિનંતી છે કે, અસરગ્રસ્ત વિસ્તારનો તાત્કાલિક સર્વે કરાવી જનતા, ખેડૂતો અને માલધારીઓ પ્રત્યે ગુજરાત સરકાર સંવેદના દર્શાવી, અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય માણસોની ઘર વખરી સહિત મોટા પાયે નુકસાનીનું વળતર સહિત જે લોકોએ પશુધન ગુમાવ્યું હોઈ, કૃષિ પાક અને જમીન ધોવાણથી નુકશાન થયેલા છે, ઘાસ ચારો તણાઈ ગયો છે, તે બધીજ બાબતોનું સર્વે કરી તાત્કાલિક તેઓને સહાય ચુકવવામાં આવે તેવી કોંગ્રેસ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલએ મુખ્યમંત્રીને માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...