પદયાત્રા:50 કિ.મી.ની પદયાત્રા દ્વારા પૂર્વ મંત્રી વિભાવરી દવેનો બુથ સંર્પક કાર્યક્રમ સફળ

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો સ્વાગત અને પોતાના પ્રશ્નો રજુ કરવા માટે ઉમટ્યા
  • લોકો પાસે ઘરે ઘરે જઇ પ્રશ્નો જાણ્યા બાદ તંત્ર સાથે સંકલન કરી મોટાભાગના પ્રશ્નોનો ઉકેલ લાવ્યા

ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજય શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ તેમના મત વિસ્તારમાં 48 થી વધારે બુથોનો અંંદાજે 50 કિ.મી જેટલો પદયાત્રા પ્રવાસ કરી લોકોના પ્રશ્નોની જાણકારી મેળવી હતી અને લોકવાહકોને આ અંગે માહિતગાર કરી પ્રશ્નના ઉકેલ દ્વારા લોકોને સંતોષ થાય તે માટેના પ્રયત્નો કર્યા હતા.

નવા વર્ષના પ્રારંભથી તેમના મત વિસ્તારમાં શરૂ થયેલા બુથ સંપર્ક યાત્રામાં ઠેક ઠેકાણે લોકોની ભારે ભીડ એકત્ર થઇ હતી અને લોક પ્રશ્નો જાણવા માટે ઘરે ઘરે ફરી લોકસંપર્ક કરી રહેલા વિભાવરીબેન દીદીને આવકારવા લોકોની એકત્ર થયેલી ભીડ જોઇ પૂર્વ મંત્રી ઠેકઠેકાણે ભાવુક બની ગયા હતા. આ બુથ સંપર્ક યાત્રામાં મુખ્ય ઇન્ચાર્જ યોગેશભાઇ બદાણી વોર્ડના ઇન્ચાજ હેમરાજસિંહ અને સહઇન્ચાર્જ હરેશભાઈ ચૌહાણ ઉપરાંત હાલ ના નગરસેવકો પૂર્વ નગરસેવકો વોર્ડ ના પ્રમુખ ભાવુદાસ સહિત સંગઠન અને શહેર ના યુવા મોરચા યુવાનો અને મહિલા મોરચા ના મહિલાઓ ઉપરાંત શહેર આઈ.ટી સેલ મીડિયા સેલ ના ઇન્ચાર્જ સહિત સભ્યો જોડાયેલ.

પ્રભુદાસ ટાંકીને લીધે પાણી પ્રશ્ન હલ થશે
પ્રભુદાસ તળાવમાં ઓવરહેડ ટાંકી બનાવવાનું કામ ચાલુ છે. આ ટાંકીનું 90 ટકા કામ પુરૂ થયું છે. આ ટાંકી બની જતા લો-પ્રેસરની ફરિયાદ હલ થઇ જશે.

બુથ યાત્રા દરમિયાન પ્રશ્નોનો મારો મોટાભાગે ઉકેલાયો
વિભાવરીબેનની બુથ સંપર્કયાત્રા દરમિયાન લોકોએ ઉત્સાહભેર આવકાર આપ્યો તે જ રીતે ખુલીને પ્રશ્નો પણ રજુ કર્યા હતા. ખાસ કરીને પીવાના પાણીની લો-પ્રેસર, નળ-ગટરના પાણી ભળી જવા, ટેમ્પલબેલ, ગંદકી, રસ્તા, સરકારી સહાય જેવા અનેક પ્રશ્નોને ખુબ શાંતીપૂર્વક સાંભળી, સબંધીત તંત્ર સાથે સંકલન કરી મોટાભાગના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.

વાલ્મિકી વાસમાં ભોજન સાથે શરૂઆત
વાલ્મિકી વાસ માં રહેતા સુનિલભાઈ રમેશભાઈ હાવાલીયા ના ઘરે ભોજન લઈ બુથ સંપર્કની શરૂઆત કરી હતી સુનિલભાઈ હાવલિયા ના ઘરે ઢોલનાગરા અને કુમકુમ તિલક કરી સ્વાગત કરેલ હાવલિયા પરિવાર ની સાથે આસપાસ ના આગેવાનો અને ભાજપ કાર્યકરો જોડાયા હતા

અન્ય સમાચારો પણ છે...