તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોબાળો:ભાવનગર શહેર કૉંગ્રેસ દ્વારા ટિકિટ ન આપતાં પૂર્વ કોર્પોરેટર એ કાર્યાલય ખાતે હોબાળો મચાવ્યો

ભાવનગર19 દિવસ પહેલા
  • કોંગ્રેસે છેલ્લી 7 બેઠકો માટે છેલ્લી 15 મિનિટમાં ઉમેદવારો જાહેર કર્યા હતા

મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે અને જાહેર કરાયેલા ઉમેદવારોએ ઉમેદવારી પણ નોંધાવી દીધી છે. જોકે પક્ષ તરફથી ટિકિટ આપવામાં ન આવતા ભાજપ અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ભાવનગરના કુંભારવાડા વોર્ડ નં.2ના પૂર્વ કોર્પોરેટરોને કોંગ્રેસ તરફથી ટિકિટ આપવામાં ન આવતા હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્ય હતા અને કુંભારવાડાના રહીશો સાથે પૂર્વ કોર્પોરેટરોએ કાર્યાલય ખાતે આવીને પોતાના રાજીનામાં આપ્યા હતા.

કોંગ્રેસ દ્વારા છેલ્લી સાત બેઠકો માટે અંતિમ 15 મિનિટની વાર હતી ત્યારે ઉમેદવારો જાહેર કરાયા હતા. કોંગ્રેસના કુંભારવાડા વોર્ડ નંબર 2ના પૂર્વ કોર્પોરેટરો પોતાના રાજીનામાં લઈ શહેર કૉંગ્રેસ કાર્યાલય ખાતે હોબાળો કરવા પહોંચ્યા હતા. જેમાં પૂર્વ કોર્પોરેટર જયાબેન ચાવડા અને માજી કોર્પોરેટર જેતુનબેન રાઠોડ પોતાના રાજીનામાં લઈ કૉંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને કૉંગ્રેસ કાર્યાલયને તાળા માર્યા હતા. કુંભારવાડા વોર્ડના મહિલા પ્રમુખ યાસમીનબેન મલેક પણ પોતાનું રાજીનામું આપશે અને તેની સાથે કુંભારવાડાના કૉંગ્રેસ કાર્યકરો પણ રાજીનામાં આપશે અને આગામી ચૂંટણી માં કૉંગ્રેસ પક્ષને એક પણ મત નહીં આપે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો