તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્યાય થતાં રાજીનામું:ભાવનગરમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ગીતાબેન મેરે ખોટા આક્ષેપો થતાં રાજીનામું આપ્યું, રાજીનામાનો પ્રદેશ કોંગ્રેસ નિર્ણય લેશે

ભાવનગરએક મહિનો પહેલા
  • સારી પરિસ્થિતીમાં ચોક્કસ આગેવાનોને ગમતી વ્યક્તિને ટિકિટ આપી હળહળતો અન્યાય કરાયો હોવાનો મેરનો આરોપ
  • મહિલાઓનું સન્માન કરવામાં કોંગ્રેસ ઉણી ઉતારી અને પછાત વર્ગની બહેનો સાથે હળહળતો અન્યાય કરાયો આરોપ લગાવ્યો

ભાવનગર શહેર કોંગ્રેસના વોર્ડ નં.3 કરચલીયા પરાના પૂર્વ કોર્પોરેટર ગીતાબેન મેર પોતાના તમામ પદ પરથી કોંગ્રેસ કાર્યાલય સાગર કોમ્પલેક્ષ ખાતે રાજીનામું આપ્યું છે. રાજીનામું આપતા જણાવ્યું હતું કે, મારા જેવી સંનિષ્ઠ કાર્યકર પર ખોટા આક્ષેપો કરી બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે તેથી હું ખૂબ જ દુઃખી થઈ છું. જો કે કોંગ્રેસ દ્વારા રાજીનામાનો સ્વીકાર કરાયો નથી.

માથાભારે લોકોને કોંગ્રેસમાં સાચવવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો
કોંગ્રેસ પાર્ટી હંમેશા મહિલાઓનું સન્માન કરવામાં ઉણી ઉતારી છે તથા પછાત વર્ગની બહેનો સાથે હળહળતો અન્યાય થતો આવ્યો છે. કોંગ્રેસ પાર્ટી માથાભારે વ્યક્તિઓને સાચવવા મારા જેવી સંનિષ્ઠ કાર્યકર પર ખોટા આક્ષેપો કરી બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે તેથી હું ખૂબ જ દુઃખી થઈ છું. અવારનવાર મારૂ સ્વમાન ઘવાય તેવી પરિસ્થિતી ઊભી કરી મને સતત અપમાનિત કરવામાં આવી રહી છે. વિકટ સંજોગો અને પરિસ્થિતીમાં પણ કોંગ્રેસની સંનિષ્ઠ કાર્યકર તરીકે ગત મહાનગરપાલિકાની ચૂંટણ માં બેઠક જીતી બતાવી કોંગ્રેસ મજબૂત કરી હતી, પણ હવે સારી પરિસ્થિતીમાં ચોક્કસ આગેવાનોને ગમતી વ્યક્તિને ટિકિટ આપી મને હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે. તેથી હું અત્યંત નારાજ છું. વારંવાર અપમાન સહન કરી રહેલી હું છેવટે મારા આત્માના અવાજથી ખિન્ન હૃદયે કોંગ્રેસ પાર્ટીના સભ્યપદેથી તથા તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.

ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું મળ્યાનું સ્વીકાર્યું
શહેર કોંગ્રેસ પ્રમખુ પ્રકાશ વાધાણી સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હા કરચલીયા પરા ના પૂર્વ કોર્પોરેટર ગીતાબેન મેર કાર્યાલય ખાતે રાજીનામું આપી ગયા છે પણ હજી મંજુર થયું નથી અને અમે પ્રદેશમાં મોકલી દીધું છે જેનો નિર્ણય પ્રદેશમાંથી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો