તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:લૂંટના ગુનાઓના ઝડપી ઉકેલ માટે SITની રચના

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિહોરના ભૂતિયા ગામે લૂંટની ઘટના બાદ
  • કેન્દ્રીય મંત્રીએ આવા ગુનાઓના ઝડપી ઉકેલ માટે સુચના આપતા ટીમ રચાઈ

સિહોરના ભૂતિયા ગામે વૃદ્ધાના ઘરમાં પ્રવેશી હુમલો કરી વૃદ્ધાએ પહેરેલા સોનાના ઘરેણાંની લૂંટ અંગેના ગુના બાદ આવા લૂંટ અને ધાડના વણશોધાયેલા ગુનાના ઝડપી ઉકેલ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે. સિહોર તાલુકાના ભુતિયા ગામે ગત તા.01/6ના રોજ સવારના સમયે ગામમાં રહેતા વૃદ્ધા લક્ષ્મીબેન ઘરે એકલાં હતા ત્યારે ઘરમાં અજાણ્યા શખ્સે પ્રવેશી માથાના પાછળના ભાગે હુમલો કરી બેભાન કર્યાં બાદ વૃદ્ધાએ પહેરેલા 50 હજારની કિંમતના ઘરેણાં લૂંટ્યા હતા. આ અંગે સોનગઢ પોલીસ મથકમાં સુરત રહી ટેક્સટાઈલ વ્યવસાય સાથે સંકળાયેલા વૃદ્ધાના પુત્રોએ ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને જાણ થતાં તેમણે જિલ્લામાં આવા ગુનાના ઝડપી ઉકેલ માટે અધિકારીઓને સુચના આપતા રેન્જ આઈજીએ ભૂતિયા ગામના બનાવ અને આવા લૂંટ અને ધાડના ગુનાના ઝડપી ઉકેલ માટે આર.ડી. જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક-પાલિતાણા વિભાગ તથા ભાવનગર, અમરેલી અને બોટાદના LCB પીઆઈની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરી છે.

અન્ય સમાચારો પણ છે...