તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતને આમંત્રણ:ફોરલેન બન્યો ટુ લેન અકસ્માતને આમંત્રણ

ભંડારિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભંડારીયાથી બુધેલ સુધીનો રસ્તાની સ્થિતિ
  • રોડના અધૂરા કામના કારણે ફોરલેન રસ્તાને ડાયવર્ટ, ટોલ ચૂકવ્યા પછી પણ સુવિધા નહિ

ભાવનગરથી સોમનાથના બની રહેલા નવા આરસીસી ફોરલેનમાં ગતિ આવતી જ નથી. અધૂરા રસ્તાને કારણે ઠેર ઠેર ફોરલેનની જગ્યાએ ટુ લેન માર્ગ છે જેના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને વાહન ચાલકોના જીવ પર મોત સવાર થયેલું છે.

નવા ફોરલેન હાઇવેમાં તણસાથી ભંડારિયા આવતા જ ટુ વે થઈ જાય છે જેના કારણે વાહનો સામસામા આવી જાય છે. વધુમાં ભંડારિયા ગામમાંથી મેલકડી તથા વાડી ખેતરમાં જવા માટે હાઇવે ઓળંગવો ફરજીયાત છે પરંતુ સર્કલ મુકાયું નથી જેથી કાયમી જોખમ છે. હાઇવે પર આગળ જતાં ભડીમાં ડાબી બાજુનો થોડો ટુકડો બાકી રાખ્યો છે, આ કારણે ડાબી સાઈડનું ટ્રાફિક જમણી બાજુ ડાયવર્ટ કરી દેવાયું છે. આ કારણે અહીં વાહનો સામસામે આવી જતા જોખમી સ્થિતિ સર્જાય છે. આગળ કોબડીમાં પણ આજ સ્થિતિ છે જેથી ટોલનાકાથી જ ટુ વે થઈ જાય છે. આ રસ્તો છેક બુધેલ ગંગામૈયાના જુના મંદિર સુધી છે. જ્યાં જુના રસ્તેથી નવા રસ્તે ચડતી વખતે વાહનો અથડાય છે.

નાળાના અધુરા કામો વાહન ચાલકો માટે દુ:ખાવો
નવા ફોરલેનમાં નાળાના કામ અધૂરા હોવાને કારણે વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. આ ઉપરાંત પુલ પર સ્ટ્રીટ લાઈટ મુકાઈ છે. તે પૈકી બધી શરૂ પણ નથી કરાતી. જ્યારે જ્યાં જ્યાં રસ્તો નથી બન્યો ત્યાં જુના રસ્તામાં પણ બેદરકારી દાખવાઈ છે અને ટોલનાકે પુરા પૈસા વસુલ લેવામાં આવી રહ્યા છે. ટોલ ચૂકવવા છતાં પૂરતી સુવિધા નથી મળી રહી આ સામે વાહન ચાલકોમાં રોષ ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...