દુર્ઘટના:બુધેલ નજીક અકસ્માતમાં પરપ્રાંતિય શ્રમિકનું મોત

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બુધેલ ચોકડી તરફ જવાના રસ્તે સામેથી આવતા ટ્રકે અડફેટે લેતા એક નું મોત, એક ને ઈજા થઇ

બુધેલ નજીક બાઈક પર જઈ રહેલા બે પરપ્રાંતિય શ્રમિકોને અકસ્માત નડ્યો છે જેમાં 1નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે અન્ય એક ઈજા પહોંચતા સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બુધેલ ગામ બાયપાસથી બુધેલ ચોકડી જવાના રસ્તે જીજે-03-ઈજી-2624 નંબરની બાઈક પર રાજપરા ખાતે ડીકે એગ્રો ઈન્ડસ્ટ્રીજમાં મજુરી કામ કરતા મિન્ટકુમાર દુર્ગા મહેતો અને ઠગઈ મહેતો છઠ્ઠુ મહેતો (ઉ.વ.32) જઈ રહ્યાં હતા ત્યારે ગઈ કાલે રાત્રે બુધેલ ચોકડી તરફ જવાના રસ્તે સામેથી આવેલા આઈસર ચાલકે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં ઠગઈ મહેતો છઠ્ઠુ મહેતોનું મોત થયું હતું જ્યારે મિન્ટ કુમારને ઈમર્જન્સી 108 મારફત સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે અલી અબ્બાસ યુસુફ અલી દેવજાણીએ વરતેજ પોલીસ મથકમાં અજાણ્યા આઈસર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...