શહેરના વાળુકડ- લાખણકા રસ્તા પર સુરતથી દારૂ ભરેલ કારની બાતમી રાહે વરતેજ પોલીસ મથકના પી.એસ.આઇ. રબારીની સુચનાથી વોચ ગોઠવેલ હતી. જે દરમિયાન સુરતથી આવી રહેલી સફેદ કલરની કારને ઊભી રાખી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો તથા ચપટા મળી કુલ 290 નંગ કિ.રૂા. 52,260નો મુદ્દામાલ મળી આવ્યો હતો તથા કાર અને મોબાઇલ મળી કુલ 3.70 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ દારૂનો જથ્થો લાવી રહેલા બે શખ્સો હરેશ કાનજીભાઇ આસોદરીયા (રહે. રોયલ ટાઉનશીપ, સુરત) તથા રાજુ ડાયાભાઇ સુતરીયા (રહે. વાળુકડ, હાલ પટેલનગર, કાળિયાબીડ) તથા અન્ય વિષ્ણુ નાથાભાઇ ગુજરીયા (રહે.ભવાનીનગર, મહુવા)ને ઝડપી લીધા હતા.
વધુ પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો મહુવા ખાતે રહેતો મુરતુઝા અસગરભાઇ ચોકવાળા તથા વિષ્ણુ નાથાભાઇ ગુજરીયા તથા રાજુ ડાયાભાઇ સુથરીયાનો આ દારૂનો જથ્થો હોવાનું અને સુરતથી હિમાંશુ વિનોદભાઇ ચૌહાણ (રહે. મુળ. ભાવનગર, હાલ સુરત)એ મોકલાવેલ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. જો કે, હિમાંશુ વિનોદભાઇ ચૌહાણ તથા મુરતુઝા અસગરભાઇ ચોકવાળા બંન્ને શખ્સો નાસી છુટ્યા હતા જેને પોલીસે શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.