તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટેટ મોનિટિરંગ સેલનો દરોડો:ભાવનગર શહેરમાં ઘુસાડવામાં આવી રહેલો વિદેશી દારૂ ઝડપાયો

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં વહેલી સવારે કારમાં ઈંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સુભાષનગર વર્ષા સોસાયટી પાસે વહેલી સવારે વોચ ગોઠ‌વી ઘોઘા રોડ તરફથી આવી રહેલી એક કારમાંથી ઈંગ્લિશ દારૂની કુલ 1,032 બોટલ મળી આવી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલે સુભાષનગર વર્ષા સોસાયટી પાસે વોચ ગોઠવી વહેલી સવારે 5.15 કલાકે ઘોઘારોડ તરફથી આવી રહેલી એક સફેદ કલરની સ્વિફ્ટ કાર નં.જીજે-03-ઈએલ-3938ની તપાસ કરતા કારની પાછળની સીટ અને ડીકીમાંથી ઈંગ્લિશ દારૂની જુદી-જુદી બ્રાંડની કુલ 1032 બોટલ મળી આવી હતી. આ સાથે જ સ્ટેટ મોનિટરિંગ સેલે જાકીર અહેસાનભાઈ ખલીફા (રહે. ધંધુકા) અને આમીન મહેબુબભાઈ ખલીફા (રહે.આખલોલ જકાતનાકા) ને પોલીસ જાપ્તામાં લઈ કુલ રૂ.5,51,270નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉક્ત બંન્ને શખ્સોની પુછપરછમાં તેમણે આ દારૂનો જથ્થા દિગપાલ ઉર્ફે કુમાર ગોહિલ (રહે. વરતેજ) હોલસેલ મંગાવે છે અને અલ્તાફ અયુબ ખલીફા (રહે. વરતેજ) તેને કટિંગ કરી અલગ-અલગ ગ્રાહકોને સપ્લાઈ કરે છે અને આ દારૂનો જથ્થો આડોડિયાવાસમાં રહેતા અજય ઉર્ફે લલ્લો બહાદુર રાઠોડ(રહે. આડોડિયાવાસ)ને આપવાનો હોવાનું કબુલ્યું હતા. આ મામલે અજાણ સ્થાનિક પોલીસને સ્ટેટ મોનિટિરંગ સેલે જાણ કરી ઉક્ત તમામ પાંચેય ઈસમો વિરૂદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી હતી.

દારૂની ડિલિવરીના 1 ફેરાના 1 હજાર મળતા
દારૂના જથ્થા સાથે ઝડપાયેલા જાકીર નામના શખ્સે પોલીસને કબુલાત આપી હતી કે તે અલ્તાફ અયુબ ખલીફાના દારૂના ધંધામાં છેલ્લા 20 દિવસથી નોકરી કરતો હતો અને તેને દારૂની ડિલિવરી કરવાના 1 ફેરાના 1 હજાર મળતા હતા. તેના શેઠે ગત રાત્રીના એક વાગ્યે રંગોલી ત્રણ રસ્તા પાસેથી આ કાર લઈ આડોડિયાવાસમાં રહેતા અજયને આપવા જણાવ્યું હતું. પરંતુ આ દારૂની ડિલિવરી થાય તે પહેલા જ સ્ટેટ મોનિટરીંગ સેલે તેમને દબોચી લીધાં.

અન્ય સમાચારો પણ છે...