તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સતત ત્રીજા દિવસે કોરોનાનો એકે’ય પોઝિટિવ કેસ ન મળ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઓગસ્ટમાં દર બે દિવસે નવો એક કેસ મળ્યો

ભાવનગર શહેર અને ગ્રામ્ય તાલુકા કક્ષાએ આજે એક પણ નવો કોરોના પોઝિટિવ કેસ મળતા આજે સતત ત્રીજા દિવસે શહેર અને ગ્રામ્ય પંથકમાંથી કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ મળ્યો ન હતો. જે રાહતરૂપ સમાચાર છે. આ માસના આરંભે શહેર અને જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 21,427 હતી તે આજે 26 દિવસ વિત્યા છે ત્યારે આ આંક વધીને 21,440 થઇ ગયો છે. આથી 27 દિવસમાં 13 પોઝિટિવ કેસનો વધારો થયો છે. એટલે કે દર બે દિવસે એક નવો કેસ મળ્યો છે.

ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કુલ 21,440 પોઝિટિવ કેસ નોંધાયા છે અને તે પૈકી 21,135 દર્દીઓ કોરોનામુક્ત થતા જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ 98.58 ટકા થઇ ગયો છે. ભાવનગર શહેરમાં આજ પણ એકેય નવો કેસ નોંધાયો નથી. આથી આજ સુધીમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 14,011 કેસ નોંધાયા છે અને તેની સામે 13,850 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા શહેર કક્ષાએ રિકવરી રેઇટ વધીને 98.85 ટકાએ યથાવત છે. જ્યારે આજે ગ્રામ્ય કક્ષાએ પણ એકયે નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...