ભાવનગર શહેર-જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ ભારે પવન યથાવત રહ્યો છે, છેલ્લા 24 કલાકથી 26 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહેલ પૂર્વોત્તર ના ઝંઝાવાતી પવનોએ ભાવેણામા હાડ થીજાવતી ઠંડી સર્જી છે ઝડપભેર ફૂંકાતાં પવનોને પગલે લઘુત્તમ તાપમાન ઘટીને 14.6 ડીગ્રીએ પહોંચી જતાં લોકો સિઝનની કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે.
સમગ્ર જિલ્લામાં કાતિલ ઠંડી છવાઈ
જેમ જેમ મકરસંક્રાંતિ પર્વ નજીક આવી રહ્યું છે તેમ તેમ લોક વાઈકા મુજબ ઠંડીની તિવ્રતામા ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે લોક અનુમાન અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં શિયાળો ચરમસીમાએ પહોંચશે છેલ્લા 24 કલાકથી ફરકત પવનોને કારણે સમગ્ર જિલ્લામાં કાતિલ ઠંડી છવાઈ છે, પશુ-પક્ષીઓ સાથે આમ જનતાનું જીવન પણ પ્રભાવિત થયું છે લોકો દિવસભર ગરમવસ્ત્રોમા ઢબુરાઈને રહેવામાં જ શાણપણ માની રહ્યા છે એ સાથે રોડપર ઠેરઠેર લોકો તાપણા કરી ઠંડી થી રાહત મેળવવા પ્રયત્નો કરતાં નઝરે ચડ્યાં હતા, તથા ગરમ ઘાવા ચા સહિતના ગરમી પ્રદાન કરતાં ખાદ્યપદાર્થો પર લોકોનો જુકાવ વધુ જોવા મળી રહ્યો છે.
નાના ભુલકાઓ તથા વયોવૃદ્ધોને ઘરબહાર કાઢવા પર રોક લગાવી
હાલની ઠંડીને લઈને લોકોએ નાના ભુલકાઓ તથા વયોવૃદ્ધો ને ઘરબહાર કાઢવા પર રોક લગાવી છે એ સાથે લોકો પણ વહેલી સવારે અને સાંજ ઢળ્યે અનિવાર્ય કારણો સિવાય બહાર નિકળવાનુ ટાળી રહ્યાં છે મહિલાઓ- સહિતના લોકો પણ કાતિલ ઠંડીમાં બહાર નિકળવાને બદલે ઘરોમાં પૂરાઈને રહેવામાં શાણપણ માની રહ્યા છે ત્યારે આગામી સપ્તાહના અંત સુધી ઠંડી થી રાહત મળે એવી શકયતા ઓ નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે અને હજુ પણ ઠંડીનું જોર વધવાની સંભાવના દર્શાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.