હાશકારો:ભાવનગરમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાનો એક પણ નવો કેસ મળ્યો નહીં

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેર અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે સતત છઠ્ઠા દિવસે કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ મળ્યો નથી. શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 14022 પોઝિટિવ કેસ નોંધાયા છે અને તે પૈકી 13861 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા શહેરમાં કોરોનામાં રિકવરી રેઇટ 98.85 ટકાએ યથાવત રહ્યો છે.

જ્યારે ભાવનગર ગ્રામ્ય-તાલુકા ક્ષેત્રે આજ સુધીમાં કોરોનાના કુલ 7446 કેસ નોંધાયા છે અને તે પૈકી 7308 દર્દીઓ કોરોનામાંથી સાજા થઇ જતા ગ્રામ્ય કક્ષાએ રિકવરી રેઇટ 98.15 ટકાએ યથાવત રહ્યો છે.

ભાવનગર શહેર અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કુલ 21,468 પોઝિટિવ કેસ નોંધાયા છે અને તે પૈકી 21,169 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા સમગ્ર શહેર-જિલ્લામાં રિકવરી રેઇટ 98.61 ટકાએ યથાવત છે. હવે સમગ્ર ભાવનગર જિલ્લો પન: કોરોનામુક્ત થવાને આડે શહેરમાં માત્ર એક જ દર્દી સારવારમાં છે. આમ ભાવનગર શહેરમાંથી એક દર્દી કોરોનામુક્ત થતા સંપૂર્ણ જિલ્લો કોરોનામુક્ત જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...