ભાવનગર શહેરમાં જૂન માસમાં ધીમી ગતિએ કોરોનાની પકડ વધી રહી છે જે ચિંતાજનક છે. સાથે લોકોમાં હવે કોરોના પ્રત્યે જાગૃતિ પણ રહી નથી. ખાસ કરીને માસ્ક પહેરવાનું તો સાવ ભુલાઇ ગયું છે. ગઇ કાલે 94 દિવસના લાંબા સમયગાળા બાદ ભાવનગર શહેરમાં કોરોના પોઝિટવના એક સાથે બે કેસ નોંધાયા બાદ આજે સતત બીજા દિવસે પણ શહેરમાં કોરોનાના નવા બે પોઝિટિવ કેસ નોંધાતા હાલ ભાવનગર શહેરમાં કોરોનાના 6 કેસ સારવારમાં છે. આ બન્ને દર્દી બહારગામથી ભાવનગર પરત ફરેલા છે.
ભાવનગર શહેરમાં આજે બે પોઝિટિવ કેસ મળ્યા છે. જેમાં શહેરના તિલકનગર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય મહિલા કે જે બેંગલોરથી ભાવનગર પરત ફર્યા બાદ કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરવામાં આવતા તેઓને કોરોના પોઝિટિવ જાહેર કરાયા છે. અન્ય એક કેસ ભાવનગર શહેરમાં કાળિયાબીડ ખાતે રહેતા 26 વર્ષીય યુવાન કે જે રાજકોટથી ભાવનગર પરત ફર્યા બાદ કોરોનાના લક્ષણો દેખાતા તેમનો પણ ટેસ્ટ કરાતા કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા. ભાવનગર વિસ્તાર હજી સંપૂર્ણપણે કોરોનામુક્ત છે.
શહેરમાં કોરોનામાં રિકવરી રેઇટ 99.06 ટકા
ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 20,894 કેસ નોંધાયા છે અને આ પૈકી કુલ 20697 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા ભાવનગર શહેરમાં કોરોનામાં સાજા થવાનો દર 99.06 ટકા છે. હાલ ભાવનગર શહેરમાં 6 દર્દીઓ કોરોનાની સારવારમાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.