વાતાવરણ:સતત બીજા દિવસે દરિયાઇ પવનથી તાપમાન 37.2 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ વધીને 57 ટકા થયું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં બે દિવસથી ફુંકાઇ રહેલા દરિયાઇ અને ભેજવાળા પવનને લીધે મહત્તમ તાપમાનમાં થોડી રાહતનો અનુભવ થઇ રહ્યો છે. આજે શહેરનું બપોરે તાપમાન 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. જે સામાન્ય કરતા 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓછું હતુ. દરિયાઇ ભેજવાળા પવનની પેટર્ન હોવાથી ગરમીથી શહેરીજનોને આંશિક રાહત મળી છે. ભાવનગર શહેરમાં આજે 30 કિલોમીટરની ઝડપે મોડી સાંજે પવનના સૂસવાટા ફૂંકાયા હતા. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન ઘટીને 36.3 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ તે આજે નજીવું વધીને 37.21 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું હતુ.

જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન જે 24 કલાક અગાઉ 27.2 ડિગ્રી હતુ તે આજે ઘટીને 26.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. શહેરમાં ગઇ કાલે હવામાં ભેજનું પ્રમાણ 55 ટકા હતુ તે આજે વધીને 57 ટકા થયું હતુ જેથી સાંજના સમયે ભેજવાળા પવન ફુંકાય છે. પવનની ઝડપ ગઇ કાલે 36 કિલોમીટર હતી તે આજે ઘટીને 30 કિલોમીટર થઇ ગઇ હતી. આમ તો શહેરમાં દર વર્ષે મે માસમાં ત્રીજા સપ્તાહમાં સર્વાધિક ગરમી પડે છે પણ આ વખતે ગરમી ઓછી રહી છે.

ગત વર્ષે આ સમયે તાઉતે વાવાઝોડુ હતુ
ગત વર્ષે આ દિવસોમાં તાઉતે વાવાઝોડાએ ભાવનગરમાં કહેર મચાવેલો જેમાં ભારે પવન ફુંકાવાને કારણે 5 લોકોના મોત થયા છે. 9 પશુઓના મૃત્યુ નોંધાયા હતા. જિલ્લામાં 8638 ઝુપડા, કાચા મકાનો અને 725 પાકા મકાનોને નુકશાન અને 5220 વૃક્ષો ધરાશાયી થયા હતા.

અન્ય સમાચારો પણ છે...