રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો, જોકે છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોના નાબુદ થતો હોય તેમ લાગી રહ્યું છે, પણ હરખાવાની કોઇ જરૂર નથી કારણ કે જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. ભાવનગરમાં આજે કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જ્યારે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ત્રણ પર યથાવત છે. આમાં ભાવનગરમાં બીજા દિવસે પણ એક પણ કેસ ન નોંધાયો.
જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21 હજાર 430 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં એકપણ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ નોંધાયો ન હતો, જ્યારે ગ્રામ્યમાં પણ કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 430 કેસ પૈકી હાલ 3 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 297 દર્દીઓનું અવસાન થયા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.