ગરમીમાં ઘટાડો:ભાવનગરમાં સતત બીજા દિવસે 40.4 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન, પવનની ઝડપ 22 કિલોમીટર નોંધાઇ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હવામાં ભેજનું પ્રમાણ 49 ટકા હોય બફારો યથાવત, ચારેક દિવસ ગરમીમાં રાહત રહેશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બે દિવસથી ભાવનગર શહેરમાં ગરમીમાં ઘટાડો થયો છે. શહેરમાં મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં હતા. હજુ 4થી 5 દિવસ ભાવનગરમાં ગરમીનો પારો 40થી 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

આજે મંગળવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ભાવનગરનું મહત્તમ તાપમાન સતત બીજા દિવસે 40.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. જ્યારે રાત્રે ઉષ્ણતામાત 25 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 51 ટકા હતુ તે આજે 49 ટકા રહ્યું હતુ. જો કે ભેજનું પ્રમાણ નોંધપાત્ર રહ્યું હોય બપોરે બફારો રહ્યો હતો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 1થી 2 ડિગ્રી ગગડતાં ગરમીમાં સામાન્ય ઘટાડો થયો હતો, પણ લઘુત્તમ તાપમાનમાં ખાસ કોઇ ફેરફાર નોંધાયો ન હતો. આમ, હવામાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રહેતા બપોરે તાપમાન ઘટ્યું પણ ગરમી યથાવત રહી હતી. શહેરમાં પવનની ઝડપ સવારના સમયે 14 કિલોમીટર નોંધાઇ હતી તે આજે સાંજે વધીને 22 કિલોમીટર નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...