સુવિધા:ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના નવા બિલ્ડિંગ માટે રૂા. 52 કરોડ મંજૂર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.8.25 કરોડના ખર્ચે ઉમરાળા તાલુકા કોર્ટ બનશે

રાજ્યની તમામ કોર્ટના બિલ્ડીંગ નવા અને અદ્યતન-સુવિધાસભર બનાવવા મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે, રાજ્યની વધુ ત્રણ કોર્ટના બિલ્ડિંગ નવા બનાવવામાં આવશે. ભાવનગર ખાતે નવી ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટે નાણા વિભાગ દ્વારા કુલ રૂ. 51,94,00,000ની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

16,050 ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં તૈયાર થઈ રહેલા આ નવી ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ ગ્રાઉન્ડ + 4 માળનું કરવામાં આવનાર છે. આ કોર્ટ બિલ્ડીંગમાં 25 કોર્ટ રૂમની સુવિધા ઉપલબ્ધ થનાર છે. તેમજ જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી/કોન્ફરન્સ રૂમ, કેન્ટીન, સ્ટોર રૂમ, રેકર્ડ રૂમ, રજીસ્ટ્રાર / એડમીન બ્રાન્ચ તેમજ પાર્કીંગ શેડ, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને ફાયર ફાયટીંગ સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ થશે.

 ઉમરાળા ખાતે નવી તાલુકા કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટે નાણા વિભાગ દ્વારા કુલ રૂ. 8.25 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. 2257 ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં આકાર લેનાર આ અદ્યતન નવી તાલુકા કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ ગ્રાઉન્ડ + 1 માળનું કરવામાં આવનાર છે. આ કોર્ટ બિલ્ડીંગમાં 2 કોર્ટરૂમની સુવિધા ઉપલબ્ધ થનાર છે.

અન્ય સમાચારો પણ છે...